Maharashtraમાં 15 ખાનગી લેબે કોરોના ટેસ્ટ ન કરતા નોટિસ ફટકરવામાં આવી, લાઈસન્સ રદ કરવાની ચેતવણી

|

Jan 15, 2022 | 11:30 AM

આવી ઘણી ખાનગી લેબોરેટરીઓ છે જેણે ઘણા સમય પહેલા સરકાર પાસેથી મંજૂરી લીધી હતી, પરંતુ આજ સુધી કોરોના (Corona)નો એક પણ ટેસ્ટ કર્યો નથી. આવી (Private lab)ને નોટિસ મોકલવામાં આવી રહી છે અને લાઈસન્સ રદ કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે.

Maharashtraમાં 15 ખાનગી લેબે કોરોના ટેસ્ટ ન કરતા નોટિસ ફટકરવામાં આવી, લાઈસન્સ રદ કરવાની ચેતવણી
Corona Test (File Image)

Follow us on

Maharashtra: કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી વધુને વધુ કોરોના ટેસ્ટ (corona Test) કરાવવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ મહારાષ્ટ્રમાં એવી ઘણી ખાનગી લેબ છે જેના પર આ અપીલથી કોઈ ફરક પડી રહ્યો નથી. રાજ્યમાં આવી ઘણી ખાનગી લેબોરેટરી (Private laboratory)ઓ છે જેણે સરકાર પાસેથી ઘણા સમય પહેલા મંજુરી લીધી હતી પરંતુ આજ સુધી કોરોનાનો એક પણ ટેસ્ટ કર્યો નથી. આવી ખાનગી લેબને નોટિસ મોકલવામાં આવી રહી છે અને લાઇસન્સ રદ કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે.

ઔરંગાબાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશ (Municipal Corporation)ને આવી ચેતવણી 15 ખાનગી લેબને મોકલી છે. શહેરમાં 39 ખાનગી લેબને એન્ટિજેન અને RTPCR ટેસ્ટ કરાવવાની પરવાનગી મળી છે. પરંતુ આમાંથી 15 ખાનગી લેબોએ અત્યાર સુધી એક પણ કોરોના ટેસ્ટ કર્યો નથી. આ તમામ 15 લેબને નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે કોરોના ટેસ્ટ કરવાની લેબની પરવાનગી કેમ રદ ન કરવી જોઈએ? આ તમામ લેબને ટૂંક સમયમાં નોટિસનો જવાબ મોકલવા માટે કહેવામાં આવ્યું છે.

જાહેર આરોગ્ય વિભાગે NABL અને ICMR માન્યતા પ્રાપ્ત લેબમાં એન્ટિજેન અને RTPCR પરીક્ષણો કરવા માટે મંજૂરી આપી છે. વિભાગની ગાઈડલાઈન મુજબ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની ખાનગી લેબને મંજુરી આપવામાં આવે છે. કોરોના ટેસ્ટ કરવા માટેના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ પરવાનગી મળ્યા બાદ 15 ખાનગી લેબોએ અત્યાર સુધી એક પણ કોરોના ટેસ્ટ કર્યો નથી. આ કારણે ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Aurangabad Municipal Corporation) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં શહેરની આ 15 ખાનગી લેબને નોટિસ મોકલવામાં આવી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ ખાનગી લેબને કોરોના ટેસ્ટ ન કરવા બદલ નોટિસ મળી

જે 15 ખાનગી લેબને કોરોના ટેસ્ટ (Corona test) ન કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે તેમાં MIT હોસ્પિટલ, એશિયન સિટી કેર, મરાઠવાડા લેબ રોશનગેટ, મિલિટરી હોસ્પિટલ છાવની, યશવંત ગાડે હોસ્પિટલ ગારખેડા, શનિ મંદિર પાસે IMA હોલ, ગણેશ લેબોરેટરી, પુંડલિકનગર, ઓરિઅન સિટી કેર હોસ્પિટલનો સમાવેશ થાય છે. અમૃત પેથોલોજી લેબ જાલના રોડ, સુમનાંજલિ નર્સિંગ હોમ, યુનિસેફ પેથોલોજી લેબ ભડકલગેટ, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક, કસ્તુરી પૈથ લેબ ગારખેડા, સહ્યાદ્રી હોસ્પિટલ સિડકો એન-2 લેબનો પણ સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં કોરોના અપડેટ

આ દરમિયાન તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર (Maharashtra)માં છેલ્લા એક દિવસમાં કોરોનાના 43,211 કેસ નોંધાયા છે. એકલા મુંબઈમાં 11,317 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યભરમાં કોરોનાના કારણે 19 લોકોના મોત થયા છે. મુંબઈની વાત કરીએ તો અહીં એક દિવસમાં કોરોનાને કારણે 9 લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા એક દિવસમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 33,356 છે. ઓમિક્રોન (Omicron)ના 238 નવા કેસ પણ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1,605 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા છે.

આ પણ વાંચો: India Corona Update: દેશમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, સામે આવ્યા 2.68 લાખ નવા કેસ, ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 6,000ને પાર

Next Article