બોટમાંથી મળેલા બોક્સ પર લખેલું હતું Neptune Maritime Security, જાણો તેના વિશે

|

Aug 18, 2022 | 4:47 PM

મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢના હરિહરેશ્વર બીચ પર એક શંકાસ્પદ બોટ મળી આવી છે, તેમાંથી હથિયાર પણ મળી આવ્યા છે. બોટ પર નેપ્ચ્યુન મેરીટાઇમ સિક્યુરિટી લખેલું છે. જેના કારણે અનેક સવાલો ઉભા થયા છે અને તપાસ ચાલુ છે.

બોટમાંથી મળેલા બોક્સ પર લખેલું હતું Neptune Maritime Security, જાણો તેના વિશે
neptune

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢમાંથી (Raigad) શંકાસ્પદ બોટ મળી આવી છે. બોટમાંથી હથિયારો મળી આવ્યા છે. શંકાસ્પદ બોટ મળ્યા બાદ સમગ્ર રાયગઢમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર એટીએસ ચીફ વિનીત અગ્રવાલ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે. પોલીસ ટીમ શંકાસ્પદ બોટની તપાસમાં લાગેલી છે. હરિહરેશ્વર બીચ પરથી મળેલી શંકાસ્પદ બોટમાંથી 3 AK-47 સાથે અનેક મેગેઝીન મળી આવ્યા છે. બોટમાંથી મળેલા સામાનમાં નેપ્ચ્યુન મેરીટાઇમનું સ્ટીકર લાગેલું છે.

ગૂગલ સર્ચ દર્શાવે છે કે નેપ્ચ્યુન મેરીટાઇમ સિક્યુરિટી લિમિટેડ એક એવી કંપની છે જે શિપિંગ, તેલ અને ગેસ ઉદ્યોગોને સુરક્ષા સેવાઓ પૂરી પાડે છે. તે સશસ્ત્ર સુરક્ષા દળ અને દરિયાઈ સુરક્ષા સલાહકાર સેવાઓ પ્રદાન કરે છે. નેપ્ચ્યુન મેરીટાઇમ સિક્યોરિટીના દુનિયાભરમાં ગ્રાહકો છે. કંપની વિશે લખવામાં આવ્યું છે કે અમે વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાવાળા દરિયાઈ ઉકેલો પ્રદાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ જે અમારા ગ્રાહકોને શક્ય તેટલી કાર્યક્ષમ અને કુશળ રીતે કાર્ય કરવા દેશે. આ એક લીડિંગ શિપિંગ એજન્સી કંપની છે.

તેની હેડ ઓફિસ દુબઈમાં છે. ઓપરેશન અને સપોર્ટ સેન્ટર બ્રિટેનમાં પણ છે. તે 2009 થી દરિયામાં દરિયાઈ સુરક્ષાના જોખમોથી દળ, જહાજો અને કાર્ગોને બચાવવા માટે દરિયાઈ સુરક્ષા સેવાઓ પ્રદાન કરે છે. આ સિક્યોરિટી એજન્સી ઓમાનની જણાવવામાં આવી રહી છે. હવે ઘણા સવાલો છે કે તે અહીં કેવી રીતે આવી, કેવી રીતે લાવવામાં આવી? ઘણા સવાલોના જવાબ તપાસ બાદ જ મળશે. કેટલાક કાગળો પણ મળી આવ્યા છે, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેની ઓમાન સાથે કોઈ લિંક છે. કાગળ પર ઓમાન લખેલું છે. પરંતુ તપાસ બાદ જ બધું સ્પષ્ટ થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પોલીસે જણાવ્યું હતું કે હરિહરેશ્વર બીચ પર એક અજાણી બોટ મળી આવી હતી અને રાયગઢ જિલ્લાના ભરદખોલમાં લાઇફબોટ મળી આવી હતી, બંને પર કોઈ હાજર ન હતા. આ વિશે કોસ્ટ ગાર્ડ અને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડને જાણ કરવામાં આવી છે. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. શ્રીવર્ધન (રાયગઢ)ના વિધાનસભ્ય અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ રાયગઢના શ્રીવર્ધનના હરિહરેશ્વર અને ભરદખોલમાં હથિયારો અને દસ્તાવેજો સાથેની કેટલીક બોટ મળી આવી છે. પોલીસ તપાસ કરી રહી છે. મેં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે તાત્કાલિક એટીએસ અથવા સ્ટેટ એજન્સીની સ્પેશિયલ ટીમની નિમણૂક કરવામાં આવે. બોટ સાથે કોઈ ન હતું, તેથી સવાલ એ થાય છે કે હથિયારો કોણે મોકલ્યા અને કોણ રિસીવ કરવાનું હતું?

Next Article