Maharashtra: NCP હનુમાન જયંતિ અને ઇફ્તાર એકસાથે ઉજવશે, MNSએ કરી મહા આરતીની જાહેરાત

|

Apr 16, 2022 | 4:31 PM

Maharashtra Politics News : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ તેના પક્ષના પ્રમુખ રાજ ઠાકરેની હાજરીમાં શહેરના એક મંદિરમાં 'હનુમાન ચાલીસા'નો પાઠ કરવાનો અને 'મહા આરતી' કરવાનો નિર્ણય લીધો છે.

Maharashtra: NCP હનુમાન જયંતિ અને ઇફ્તાર એકસાથે ઉજવશે, MNSએ કરી મહા આરતીની જાહેરાત
Nationalist Congress Party President Sharad Pawar

Follow us on

મહારાષ્ટ્રના  (Maharashtra) પુણેમાં (Pune) જાતિ અને ધર્મના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી પહેલેથી જ એકબીજા સાથે સંઘર્ષમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના સ્થાનિક એકમો આ પ્રસંગે તેમની તાકાત બતાવવા માટે તૈયાર છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ તેના પક્ષના પ્રમુખ રાજ ઠાકરેની હાજરીમાં શહેરના એક મંદિરમાં ‘હનુમાન ચાલીસા’નો પાઠ કરવાનો અને ‘મહા આરતી’ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે, NCPએ હનુમાન જયંતિની ઉજવણી અને ઇફ્તારનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 2 એપ્રિલના રોજ, MNS વડાએ મહારાષ્ટ્ર સરકારને 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો આગ્રહ કર્યો હતો, જેમાં તેમણે ચેતવણી આપી હતી કે તેમની પાર્ટી મસ્જિદોની સામે લાઉડસ્પીકર લગાવશે અને ‘હનુમાન ચાલીસા’ વગાડશે. તેમણે NCP પર જાતિ આધારિત રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો. આ નિવેદનથી મુસ્લિમ સમુદાયના સભ્યોએ MNS પાર્ટી છોડતા વિવાદ સર્જાયો હતો.

જો કે, ઠાકરેએ પાછળથી MNSના સ્ટેન્ડનો બચાવ કરતા કહ્યું કે તે સાંપ્રદાયિક નથી પરંતુ સામાજિક મુદ્દો છે. MNS મહાસચિવ અજય શિંદેએ જણાવ્યું કે ઠાકરે દ્વારા કુમ્ઠેકર રોડ પર ખલકર ​​ચોક સ્થિત હનુમાન મંદિરમાં મહા આરતી કરવામાં આવશે. આ દરમિયાન શિંદેએ કહ્યું, MNS ચીફ સાંજે 6 વાગ્યે સ્થળ પર પહોંચશે, ત્યારબાદ એક જૂથ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શિંદેએ કહ્યું કે ભલે MNSના સ્ટેન્ડને દેશમાં ઘણા લોકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે,  રાજ્યની સત્તાધારી મહા વિકાસ આઘાડી (MVA) શિવસેના, NCP અને કોંગ્રેસનું ગઠબંધન હિંદુ સમુદાયના તહેવારો અને ધાર્મિક વિધિઓ પર તમામ સંભવિત નિયંત્રણો લાવવા માંગે છે.

મુસ્લિમ સમાજના સભ્યો હનુમાનજીની આરતી કરશે

 

આ પણ વાંચો :  Chalukya Express Derailment: દુર્ઘટનાને 14 કલાક વીતી ગયા, હજુ પણ પાટા પર પડી છે બોગી, 500 થી વધુ લોકો કરી રહ્યા છે હટાવવાનો પ્રયાસ

Next Article