Maharashtra : મોહન ભાગવતે સમજાવ્યો હિન્દુ હોવાનો અર્થ, જાણો આ પર શરદ પવારે શું આપી પ્રતિક્રિયા

|

Sep 07, 2021 | 7:28 PM

શરદ પવારે રાજ્યમાં ઇડીની વધતી કાર્યવાહી પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. શરદ પવારે કહ્યું, 'ઈડી કોની પાછળ કેવી રીતે લાગશે, તે કહી શકાય નહીં. આ સંસ્થા ઘણા લોકોને પરેશાન કરી રહી છે. રાજ્યની દરેક સંસ્થાના કામમાં ઈડીનો હસ્તક્ષેપ એ રાજ્ય સરકારના અધિકારોને દબાવવાનો પ્રયાસ છે.

Maharashtra : મોહન ભાગવતે સમજાવ્યો હિન્દુ હોવાનો અર્થ, જાણો આ પર શરદ પવારે શું આપી પ્રતિક્રિયા
ભાગવતના વક્તવ્ય પર પવારનો મત

Follow us on

આપણી માતૃભૂમિ અને તેની ભવ્ય પરંપરા દેશની એકતાનો આધાર છે. ભારતમાં રહેતા હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો એક છે. હિન્દુ ધર્મની આ વ્યાખ્યાને જે પણ સંપ્રદાય, ભાષા અને ધર્મના લોકો અનુસરે છે, અમે તેમને હિન્દુ માનીએ છીએ. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત (RSS Chief Mohan Bhagwat) દ્વારા કહેવામાં આવેલી આ બાબત પર આજે (7 સપ્ટેમ્બર, મંગળવાર) શરદ પવારે (NCP Chief Sharad Pawar) પોતાની પ્રતિક્રિયા આપી છે.

શરદ પવારને પત્રકારોએ પૂછ્યું હતું કે મોહન ભાગવતે ગઈકાલે કહ્યું હતું કે તેઓ દેશના હિન્દુ અને મુસ્લિમોને એક માને છે. તમે આનો શું અર્થ સમજી રહ્યા છો? આ અંગે શરદ પવારે કહ્યું કે, ‘મોહન ભાગવત તમામ ધર્મોને એક માને છે. મારી દ્રષ્ટિએ આ સારી બાબત છે. નોંધવા જેવી બાબત એ છે કે હિન્દુઓ અને મુસ્લિમો તેમના માટે એક લાગી રહ્યા છે.  અમારા માટે આટલું પણ પૂરતું છે. તેનાથી મારા જ્ઞાનમાં પણ વધારો થયો છે. ” શરદ પવાર પુણેના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

મુસ્લિમોનું નહીં પરંતુ ભારતીયોના પ્રભુત્વનો દૃષ્ટિકોણ, આ વિચાર શ્રેષ્ઠ

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

મોહન ભાગવતે સોમવારે મુંબઈમાં ‘ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત ‘રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર સર્વોપરી’ નામની કાઉન્સિલમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમની સાથે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, કાશ્મીર કેન્દ્રીય વિદ્યાલયના વાઇસ ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હુસૈન પણ હતા. મોહન ભાગવતે મુસ્લિમ સમાજના બૌદ્ધિકો અને ચિંતકો સાથે વાતચીત કરી. આ પ્રસંગે મોહન ભાગવતે કહ્યું, ‘મુસ્લિમોનું નહીં પણ ભારતીયોના પ્રભુત્વનો દૃષ્ટિકોણ હોવો જોઈએ. ‘

ઈડી (ED)ની આવી કાર્યવાહી, પહેલા ક્યારેય જોઈ નથી

પુણેમાં યોજાયેલા કાર્યક્રમમાં બોલતા શરદ પવારે રાજ્યમાં ઇડીની વધતી કાર્યવાહી પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. શરદ પવારે જણાવ્યું હતું કે અલગ અલગ કેસોની તપાસ માટે રાજ્ય કક્ષાએ સ્વતંત્ર સંસ્થાઓ છે. અલગ અલગ કમિશન છે. તેમજ રાજ્યનો ગૃહ વિભાગ પણ છે. આ સ્થળોએ પણ ફરિયાદ કરી શકાય છે. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષમાં લોકોને એક નવી સંસ્થા વિશે જાણવા મળ્યું છે. ઈડી (ED) કોની પાછળ કેવી રીતે લાગશે, તે કહી શકાય નહીં. આ સંસ્થા ઘણા લોકોને પરેશાન કરી રહી છે. રાજ્યની દરેક સંસ્થાના કામમાં ઈડીની દખલગીરી એ રાજ્ય સરકારના અધિકારોને દબાવવાનો પ્રયાસ છે. આવું થવું એ પણ ખોટું છે. આ અંગે હું સંસદમાં અવાજ ઉઠાવીશ.

આ પણ વાંચો :  Parambir Singh Case: ચાંદીવાલ કમિશને પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરૂદ્ધ કાઢ્યુ વોરંટ, મહારાષ્ટ્ર DGPને પોહચાડવા આપી જવાબદારી

Next Article