NCP વડાનું બદલાયેલુ વલણ: અત્યાર સુધી વિપક્ષ પર પ્રહાર કરતા શરદ પવારે PM મોદીના બે મોઢે કર્યા વખાણ

|

Dec 30, 2021 | 7:05 PM

શરદ પવારે PMની કાર્યશૈલીના વખાણ કરતા કહ્યું કે એક વખત તેઓ કોઈ કાર્ય કરે છે તો તેઓ તેને પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરે છે, મોદી ખૂબ મહેનત કરે છે અને કામ પૂર્ણ કરવા માટે પૂરતો સમય આપે છે.

NCP વડાનું બદલાયેલુ વલણ: અત્યાર સુધી વિપક્ષ પર પ્રહાર કરતા શરદ પવારે PM મોદીના બે મોઢે કર્યા વખાણ
Sharad Pawar And PM Modi

Follow us on

Maharashtra: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે (Sharad PAwar) પીએમ મોદી નરેન્દ્ર મોદીના કામની પ્રશંશા કરી છે. બુધવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં એનસીપી વડા શરદ પવારે (Sharad Pawar) કહ્યું કે પીએમ મોદીની વહીવટ પર સારી પકડ છે, એ જ તેના પક્ષને ઘણો મજબૂત કરે છે.

શરદ પવારે PMની કાર્યશૈલીની કરી પ્રશંશા

શરદ પવારે PMની કાર્યશૈલીના વખાણ કરતા કહ્યું કે એક વખત તેઓ કોઈ કાર્ય કરે છે તો તેઓ તેને પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરે છે. પવારે વધુમાં કહ્યું કે મોદી ખૂબ મહેનત કરે છે અને કામ પૂર્ણ કરવા માટે પૂરતો સમય આપે છે. મોદીનો (PM Narendra Modi) સ્વભાવ એવો છે કે તેઓ એક વખત કોઈ પણ કાર્ય હાથમાં લે છે, ત્યારે તેઓ ખાતરી કરે છે કે જ્યાં સુધી તેઓ તેમના નિષ્કર્ષ પર ન પહોંચે ત્યાં સુધી તેઓ અટકતા નથી.

NCPના વડાએ વધુમાં જણાવ્યુ હતુ કે વડાપ્રધાન એ વાત પર પણ ભાર મૂકે છે કે વહીવટીતંત્ર અને તેમના સહયોગીઓ તેમની સરકારની નીતિઓના અસરકારક અમલીકરણની ખાતરી કરવા માટે કેવી રીતે એક સાથે આવી શકે. મોદી પાસે તેમના સાથી પક્ષોને સાથે લેવાની અલગ રીત છે અને તે શૈલી મનમોહન સિંહ જેવા ભૂતપૂર્વ વડા પ્રધાનોમાં પણ નહોતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પવારે આ રીતે ભુતકાળને વાગોળ્યો

પવારે કહ્યુ કે હું અને તત્કાલિન પીએમ મનમોહન સિંહનું માનવું હતું કે ગુજરાતના તત્કાલિન સીએમ મોદી વિરુદ્ધ બદલાની રાજનીતિ ન કરવી જોઈએ. વધુમાં પવારે કહ્યું કે જ્યારે મોદી ગુજરાતના CM હતા, ત્યારે હું કેન્દ્રમાં હતો. જ્યારે વડાપ્રધાન તમામ મુખ્યપ્રધાનોની બેઠક બોલાવતા હતા, ત્યારે મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોના જૂથનું નેતૃત્વ કરતા હતા અને કેન્દ્ર પર સવાલો પણ ઉઠાવતા હતા.

તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં મોદીને કેવી રીતે જવાબ આપવો તેની રણનીતિ બનાવવામાં આવી હતી. મારા સિવાય યુપીએ સરકારમાં એવો કોઈ અન્ય મંત્રી નહોતો જે મોદી સાથે વાત કરી શકે કારણ કે તેઓ મનમોહન સિંહ સરકાર પર સતત પ્રહારો કરતા હતા.

આ પણ વાંચો : PM Modi in Haldwani: PM મોદીએ કહ્યું- મારો 7 વર્ષનો રેકોર્ડ જુઓ, મારો સમય જૂની વસ્તુઓને ઠીક કરવામાં ખર્ચાઈ રહ્યો છે

Next Article