Sameer Wankhede : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડેનો (Sameer Wankehde) કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે. એનસીબીના જણાવ્યા અનુસાર, તેમણે આ મામલે એંક્સેન્શન માગ્યુ નથી. ઉલ્લેખનીય છે કે, વાનખેડેને અગાઉ સપ્ટેમ્બરમાં ચાર મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.
સમીર વાનખેડે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસને (Mumbai Cruide Drugs Case) લઈને ખુબ ચર્ચમાં આવ્યા હતા. આ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યનની 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવવુ રહ્યુ કે, સમીર વાનખેડે, 2008 બેચના ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી, નિવૃત્ત મહારાષ્ટ્ર પોલીસ અધિકારી દયાનદેવ વાનખેડેના પુત્ર છે.
મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડેના સફરની વાત કરીએ તો તેણે ઓગસ્ટ 2020 થી ડિસેમ્બર 2020 સુધીમાં 96 લોકોની ધરપકડ કરી અને 28 કેસ નોંધ્યા હતા. 2021 માં તેઓએ 234 લોકોની ધરપકડ કરી અને 117 કેસ નોંધ્યા. NCBએ વધુમાં માહિતી આપી હતી કે સમીર વાનખેડેએ આશરે 1000 કરોડની કિંમતનું 1791 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને 11 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી.
સમીર વાનખેડે NCB સાથે તેમના કાર્યકાળ પહેલા એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ના ડેપ્યુટી કમિશનર અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના એડિશનલ એસપી તરીકે સેવા આપી હતી. બાદમાં તેમની કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને મુંબઈ એરપોર્ટ પર પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું.મુંબઈ એર ઈન્ટેલિજન્સ યુનિટ સાથે કામ કરતી વખતે, તેમણે કસ્ટમ્સથી બચતી અનેક હસ્તીઓની ધરપકડ કરી હતી.
NCB માં જોડાતાની સાથે જ તેણે ઓગસ્ટ 2020 સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસ પોતાના હાથમાં લઈને 33થી વધુ લોકોની ધરપકડ કરી હતી. તેમને 2021 માં કામમાં શ્રેષ્ઠતા માટે ‘હોમ મિનિસ્ટર્સ મેડલ’ એનાયત કરવામાં આવ્યો હતો. અભિનેત્રી રિયા ચક્રવર્તીથી શરૂ કરીને અનેક બોલિવૂડ હસ્તીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Omicronએ લગાવી લાંબી છલાંગ, મહારાષ્ટ્રમાં 198 કેસ સાથે દેશમાં ઓમિક્રોનની સંખ્યા 1,100ને પાર, મુંબઈમાં 190 કેસ