દેવેન્દ્ર ફડણવીસની પત્ની અને નવાબ મલિકની પુત્રી વચ્ચે ધમસાણ ! અમૃતા ફડણવીસના ‘બિગડે નવાબ’ ટ્વિટનો નિલોફરે આપ્યો જવાબ

નવાબ મલિકની સમીર વાનખેડેથી શરૂ થયેલી લડાઈ હવે દેવેન્દ્ર ફડનવીસના ધર સુધી પહોંચી ગઈ છે.સોશિયલ મીડિયા પર હવે નવાબ મલિકની દિકરી અને દેવેન્દ્ર ફડનવીસની પત્ની વચ્ચે ધમાસાણ શરૂ થયુ છે.

દેવેન્દ્ર ફડણવીસની પત્ની અને નવાબ મલિકની પુત્રી વચ્ચે ધમસાણ ! અમૃતા ફડણવીસના બિગડે નવાબ ટ્વિટનો નિલોફરે આપ્યો જવાબ
nawab malik daughter nilofer malik responds devendra fadnavis wife
| Edited By: | Updated on: Nov 11, 2021 | 12:21 PM

Maharashtra : સમીર વાનખેડે સામેની લડાઈ છોડીને નવાબ મલિકે હવે મહારાષ્ટ્રના ભુતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ચાણસામાં લીધા છે. બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મલિકે દેવેન્દ્ર ફડનવીસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ફડનવીસનું અંડર વર્લ્ડ કનેક્શન હોવાનો દાવો કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ પહેલા દેવેન્દ્ર ફડનવીસે(Devendra Fadanvis)  પણ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને મલિક પર ગંભીર આરોપ લગાવ્યા હતા.ત્યારે આ લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી તેની વચ્ચે નવાબ મલિકની દિકરી અને ફડનવીસની પત્ની વચ્ચે વાક યુધ્ધ શરૂ થયુ છે.

હવે ટ્વિટર પર ધમાસાણ શરૂ થઈ

દેવેન્દ્ર ફડનવીસની પત્ની અમૃતા ફડનવીસે(AMRUTA FADNAVIS )ટ્વિટ કરીન લખ્યુ કે,બગડેલા નવાબ…..પ્રેસ કોન્ફરન્સ પર પ્રેસ કોન્ફરન્સ,પરંતુ દરેક વખતે ખોટી વાતો જ કહી, તેમનુ લક્ષ્ય એક જ છે કે, તેમના જમાઈને બચાવીને તેણે કાળી કમાણી કરવી છે.

નવાબ મલિકની દિકરી નિલોફરનો પલટવાર

નીલોફર મલિકે (Nilofer Malik Khan)ફડનવીસની પત્ની અમૃતાને નિશાન બનાવીને ટ્વિટ કર્યુ કે, જો તમે કંઈ ખોટું નથી કર્યું તો તમે અમારા અબ્બુની પ્રેસ કોન્ફરન્સથી કેમ ડરી રહ્યા છો. જ્યારે સત્ય તમારી સાથે હોય ત્યારે ડરવાનું શું છે. અમારો એજન્ડા એક જ હોવો જોઈએ, મહારાષ્ટ્રનો વિકાસ અને પ્રગતિ.

વાત નીકળી છે તો દુર સુધી જશે……..

થોડા દિવસો પહેલા નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસની પત્ની સાથે મળીને જયદીપ રાણા નામના સજ્જનનું નામ ઉછાળ્યુ હતું. તેમની સાથે ફડનવીસની પત્નીની તસવીર સોશિયલ મીડિયા(Social Media)  પર વાયરલ કરી હતી. પરંતુ જ્યારે દાઉદ ઈબ્રાહિમના નજીકના મિત્ર અને મુંબઈ બ્લાસ્ટના આરોપી નવાબ મલિક માટે સજ્જન બની શકે છે તો જયદીપ રાણા દેવેન્દ્ર ફડણવીસ માટે સજ્જન કેમ ન હોઈ શકે ?

થોડા દિવસો પહેલા નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસની પત્ની સાથે જયદીપ રાણા (Jaydeep Rana) નામના સજ્જનનું નામ ઉછાળ્યું હતું. ત્યારે તેણે સજ્જન ન કહીને ડ્રગ્સ માફિયા તરીકે તેને ઓળખાવ્યો હતો. જો કે આ વિશે મલિકે કહ્યુ કે, ફડનવીસની પત્ની નદીની સ્વચ્છતા માટે સોનુ નિગમ સાથે ગીત ગાય છે, તે સારી વાત છે. પણ જેનું ફાઇનાન્સર ડ્રગ્સ માફિયા છે એ ગીતનું ગીત ગાવું એ સારી વાત નથી. જેના ફાયનાન્સર જયદીપ રાણા, તે સુપર સે ઉપર ફ્લોપ ગીત છે. બાદમાં ફડનવીસ અને મલિક વચ્ચે ધમાસાણ શરૂ થયુ હતુ.

આ પણ વાંચો: Maharashtra: આ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રનું ફરમાન, કોરોના વેક્સિન નહીં તો પેટ્રોલ અને રાશન પણ નહીં

આ પણ વાંચો: Sameer Wankhede Case: માનહાનિના કેસમાં કોર્ટે સમીર વાનખેડેના પિતાને કહ્યું- તમારો પુત્ર સરકારી અધિકારી છે, જનતા તેની સમીક્ષા કરી શકે છે