Sameer Wankhede Case : નવાબ મલિકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કેસના જાતિ પ્રમાણપત્ર પર ઉઠાવવામાં આવેલા સવાલોનો આખરે અંત લાવ્યો અને તેમને અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગે આ મામલે ક્લીનચીટ આપી છે. જો કે, NCP અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે (Nawab Malik) આ ક્લીન ચિટ પર સવાલો ઉઠાવ્યા છે અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ અને ભાજપના નેતા અરુણ હલદર વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની જાહેરાત કરી છે.
તમને જણાવી દઈએ કે, NCBની વિજિલન્સ ટીમ સમીર વાનખેડે (Sameer Wankhede) વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ તેજ કરી છે,ત્યારે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક તેમના ધર્મ અને જાતિ પર સવાલ ઉઠાવીને તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.
Yesterday, Chairman of the National Scheduled Castes Commission &BJP’s, Arun Haldar visited Sameer Wankhede’s residence & him a clean chit. He should have conducted an investigation first & submitted a detailed report. We will complain about him to the President: Nawab Malik, NCP pic.twitter.com/oU1O8yDWL3
— ANI (@ANI) November 1, 2021
Details of ‘River Song’ which shows Jaydeep Rana as Finance Head.
Song sung by Ms. Amruta Fadnavis
Video shows Devendra Fadnavis and Sudhir Mungatiwar as actorshttps://t.co/LddkleoTaQ pic.twitter.com/lWnq2d4wF6— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 1, 2021
નવાબ મલિકે એક ટ્વીટમાં આરોપ લગાવ્યો છે કે જેલમાં રહેલા જયદીપ રાણા(Jaydeep Rana) નામના ડ્રગ્સ તસ્કરીને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે સંબંધો છે. તેણે આરોપ લગાવ્યો છે કે, જયદીપે પૂર્વ મુખ્યમંત્રીની પત્ની અમૃતા ફડણવીસના મશહુર રિવર સોંગ માટે ફંડ એકઠું કર્યું હતું. ઉપરાંત, ફડણવીસના કાર્યકાળ દરમિયાન ડ્રગ્સનો (Drugs )વેપાર ચાલતો હતો.
Photograph of Jaideep Rana with Ex Maharashtra CM Devendra Fadnavis pic.twitter.com/Sxo1diTalX
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 1, 2021
चलो आज BJP और ड्रग्स पेडलर के रिश्तों पे चर्चा करते है pic.twitter.com/FVjbOQ8jvf
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 1, 2021
નવાબ મલિકે કહ્યું કે, અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અને બીજેપી નેતા અરુણ હલદરે સમીર વાનખેડેના ઘરની મુલાકાત લીધી. આ દરમિયાન તેણે સમીરને ક્લીનચીટ પણ આપી દીધી હતી. તેઓએ પહેલા આ મામલાની તપાસ કરીને વિગતવાર અહેવાલ રજૂ કરવો જોઈતો હતો. અમે તેમના વિશે રાષ્ટ્રપતિને ફરિયાદ કરીશું.”
સમીર વાનખેડે કેસને લઈને રાજકીય ધમાસાણ શરૂ થયુ
અરુણ હલદર જ નહીં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ સમીર વાનખેડેને સમર્થન આપ્યું છે. બીજી તરફ નવાબ મલિકે રવિવારે કહ્યું કે હું હજુ પણ મારી વાત પર અડીખમ છું કે તે એસસી સર્ટિફિકેટમાં બનાવટી કરીને તેણે નોકરી મેળવી છે, તેણે એક ગરીબ SCનો અધિકાર છીનવી લીધો છે. ત્યારે હાલ સમીર વાનખેડે કેસને લઈને રાજકીય ધમાસાણ શરૂ થયુ છે.
આ પણ વાંચો: કોરોનાની સ્થિતિ પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે, ‘ પ્રધાનમંત્રી સાથેની વાતચીતમાં રસીના અભાવનો મુદ્દો ઉઠાવીશ’
Published On - 12:21 pm, Mon, 1 November 21