EDની ટીમ સીઆઈએસએફના જવાનો સાથે મુંબઈના કુર્લા સ્થિત નૂર મંઝિલના નવાબ મલિકના ઘરે પહોંચી અને નવાબ મલિકના આરોપો મુજબ તેમને સમન્સ આપ્યા વિના જ કસ્ટડીમાં લેવામાં આવ્યા. ત્યારબાદ નવાબ મલિકને 7.30થી 7.45ની વચ્ચે દક્ષિણ મુંબઈમાં ED ઓફિસમાં લાવવામાં આવ્યો.
NAWAB MALIK
Follow us on
મહારાષ્ટ્ર સરકારમાં લઘુમતી વિભાગના મંત્રી નવાબ મલિક (Nawab Malik)ની 8 કલાકની પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પછી તેમને મુંબઈની જે.જે. હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ બાદ સાંજે 4 વાગ્યે સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ED દ્વારા જાહેર કરાયેલ અરેસ્ટ લેટર અનુસાર 62 વર્ષીય નવાબ મલિકની મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case)માં ધરપકડ કરવામાં આવી છે. સવારે 4.30 વાગ્યે EDની ટીમ સીઆઈએસએફના જવાનો સાથે મુંબઈના કુર્લા સ્થિત નૂર મંઝિલના નવાબ મલિકના ઘરે પહોંચી અને નવાબ મલિકના આરોપો મુજબ તેમને સમન્સ આપ્યા વિના જ કસ્ટડીમાં લેવામાં આવ્યા. ત્યારબાદ નવાબ મલિકને 7.30થી 7.45ની વચ્ચે દક્ષિણ મુંબઈમાં ED ઓફિસમાં લાવવામાં આવ્યો. આ પછી તેની પોણા ત્રણ કલાક સુધી પૂછપરછ કર્યા પછી તેની ધરપકડ કરવામાં આવી.
કોણ છે નવાબ મલિક? તેમનું રાજકારણ કેવી રીતે શરૂ થયું? તેઓ મંત્રી કેવી રીતે બન્યા? તેઓ કયા રાજકીય પક્ષો સાથે જોડાયેલા હતા? 25 વર્ષની વયે પહેલીવાર ચૂંટણી જીતનાર નવાબ મલિક સાથે જોડાયેલી 25 મહત્વની માહિતી અમે તમને જણાવી રહ્યા છે.
નવાબ મલિક સાથે જોડાયેલી 25 મહત્વની વાતો
નવાબ મલિક મૂળ ઉત્તર પ્રદેશનો છે. પરંતુ નવાબ મલિકના જન્મ પહેલા તેમના પિતા મુંબઈ આવી ગયા હતા. પછી કોઈ કારણસર તેને ઉત્તર પ્રદેશ પરત ફરવું પડ્યું.
નવાબ મલિકનો જન્મ 20 જૂન 1959ના રોજ થયો હતો. તે યુપીના બલરામપુર જિલ્લાના ઉતરૌલાના દુસવા ગામનો છે.
NCPએ તેમને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને શ્રમ મંત્રાલય સાથે જોડાયેલ મંત્રી પદ આપ્યું.
મલિક પર માહિમમાં જરીવાવા ચાલના પુનર્વિકાસ પ્રોજેક્ટ સાથે જોડાયેલા કેસમાં કૌભાંડ કરવાનો આરોપ હતો, આ આરોપ પછી તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
2008માં નવાબ મલિકને ફરી એકવાર મંત્રી બનાવવામાં આવ્યા.
NCBએ નવાબ મલિકની મોટી દીકરી નિલોફરના પતિ સમીર ખાનની ધરપકડ કરી છે.
કાર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસને લઈને નવાબ મલિક NCB અને સમીર વાનખેડે પર સતત આક્રમક હતા.
1993 બોમ્બ બ્લાસ્ટના આરોપી અને દાઉદ ઈબ્રાહિમની ડી કંપની સાથે સંકળાયેલા લોકો પાસેથી જમીન ખરીદવાના કેસમાં સાત કલાકની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી.