Nawab Malik vs Sameer Wankhede: નવાબ મલિકના સમીર વાનખેડે સામે સવાલ, ઇમાનદાર ઓફિસરના કપડા 10 કરોડના ?

નવાબ મલિકે કહ્યુ કે, 'સમીર વાનખેડેના પેન્ટની કિંમત 2 લાખ રૂપિયા, બેલ્ટની કિંમત 2 લાખ રૂપિયા, શૂઝની કિંમત 2.5 લાખ રૂપિયા, ઘડિયાળની કિંમત 10-20-25 લાખ રૂપિયા છે. આ દિવસોમાં તેણે જે કપડા પહેર્યા છે તેની કિંમત મળીને 5થી 10 કરોડ છે. શું એક ઈમાનદાર અધિકારી 10 કરોડના કપડાં પહેરે છે?'

Nawab Malik vs Sameer Wankhede: નવાબ મલિકના સમીર વાનખેડે સામે સવાલ, ઇમાનદાર ઓફિસરના કપડા 10 કરોડના ?
Nawab Malik and Sameer Wankhede got into a heated argument
| Edited By: | Updated on: Nov 02, 2021 | 5:31 PM

એનસીપી નેતા નવાબ મલિક અને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો વિવાદ ફરી ગરમાયો છે.એનસીપી નેતા નવાબ મલિકે ફરી NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર શાબ્દિક પ્રહાર કર્યા છે. નવાબ મલિકે ફરી એકવાર દાવો કર્યો છે કે સમીર વાનખેડેએ પોતાની આર્મી બનાવેલી હતી.જેનું કામ ખોટી રીતે ડ્રગ્સ મામલામાં લોકોને ફસાવીને તેમના પાસેથી રૂપિયા વસુલ કરવાનું છે. ક્રુઝ ડ્રગ્સ કેસના સાક્ષી સેમ ડિસોઝાએ તેમની સમક્ષ આવીને આર્યન ખાન કેસમાં 18 કરોડની ડીલ થઇ હોવાની કબુલાત કરી હોવાનું નવાબ મલિકે જણાવ્યુ.

અન્ય સ્ટાર્સ માટે કેટલા કરોડની ડીલ?
નવાબ મલિકે કહ્યું કે જ્યારે આર્યન ખાન માટે આટલી રકમ માગી શકાય છે તો 14 મહિના પહેલા સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણને પણ તપાસ અને પુછપરછ માટે બોલાવાયા હતા.તો હજુ સુધી તે કેસમાં ચાર્જશીટ કેમ થઈ નથી? કેમકે વસુલાત થઇ. નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે સમીર વાનખેડેએ મુંબઈમાં અત્યાર સુધીમાં હજારો કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.તેમની સામે કાર્યવાહી શરૂ થશે તો વસ્તુઓ ખુલવા લાગશે.

છેલ્લા દિવસોમાં 10 કરોડના કપડા પહેર્યા
નવાબ મલિકે જણાવ્યુ કે એક ટીવી શોના ઇન્ટરવ્યૂનીમાં સમીર વાનખેડેએ પહેરેલા શર્ટની કિંમત 70 હજાર છે.તેના પેન્ટની કિંમત 2 લાખ રૂપિયા, બેલ્ટની કિંમત 2 લાખ રૂપિયા, શૂઝની કિંમત 2.5 લાખ રૂપિયા, ઘડિયાળની કિંમત 10-20-25 લાખ રૂપિયા છે. આ દિવસોમાં તેણે જે કપડા પહેર્યા છે તેની કિંમત મળીને 5 થી 10 કરોડ છે. શું એક ઈમાનદાર અધિકારી 10 કરોડના કપડાં પહેરે છે?’

વસુલીમાં વાનખેડેની બહેન ભાગીદાર હોવાનો આરોપ
નવાબ મલિકે કહ્યું કે, ‘સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડે વ્યવસાયે વકીલ છે. ડ્રગ્સના કેસમાં જે પણ પકડાય છે, તે કેસ લઇ આરોપીને બચાવવાના બદલામાં મોટી રકમ લે છે.નવાબ મલિકે યાસ્મીન વાનખેડેના એક ડ્રગ્સ ચેટની ડીલનો દાવો પણ કર્યો.

આરોપો પર વાનખેડેની બહેનનો જવાબ
TV9 સાથે વાત કરતા સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ નવાબ મલિકના આરોપોનો જવાબ આપ્યો.કહ્યુ,’મારી માતાએ અમને બંનેને મોંઘી ઘડિયાળો આપી હતી. સમીર વાનખેડે રોજ કપડાં ખરીદતો નથી. તેઓ વર્ષમાં માત્ર એક જ વાર કપડાં ખરીદે છે. નવાબ મલિકના મોંઘા કપડા અને ઘડિયાળોના આરોપ ખોટા અને ખોટા છે.નવાબ મલિક જે વોટ્સએપ ચેટ વિશે વાત કરી રહ્યા છે તેમાં તે ઘણા બધા મેસેજ ડિલીટ કરીને ફરતા કરી રહ્યા છે.’

આ પણ વાંચો :https://tv9gujarati.com/international-news/afghanistan-news/afghanistan-the-capital-city-of-kabul-a-suicide-attack-took-place-in-front-of-the-hospital-361866.html

આ પણ વાંચો :https://tv9gujarati.com/gujarat/ahmedabad/depressed-woman-leaves-home-police-reunite-with-family-within-hours-361877.html

Published On - 5:30 pm, Tue, 2 November 21