સમીર વાનખેડેની સાળી પણ ડ્રગ્સ રેકેટમાં સામેલ, ડ્રગ્સ કેસમાં નવાબ મલિકનો ચોંકાવનારો દાવો

આર્યન ડ્રગ્સ કેસમાં NCP નેતા નવાબ મલિક રોજ એક નવા ખુલાસો કરે છે. આજે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સમીર વાનખેડેની સાળી વિશે ચોંકાવનારો દાવો કર્યો છે.

સમીર વાનખેડેની સાળી પણ ડ્રગ્સ રેકેટમાં સામેલ, ડ્રગ્સ કેસમાં નવાબ મલિકનો ચોંકાવનારો દાવો
Cruise Drugs Case
| Edited By: | Updated on: Nov 08, 2021 | 2:03 PM

Cruise Drugs Case : NCP નેતા અને કેબિનેટ મંત્રી નવાબ મલિકે આજે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની સાળી પર નિશાન સાધ્યુ છે. તેમણે સમીર વાનખેડેની સાળી હર્ષદા દીનાનાથ રેડકર (Harshda Redkar) પર ડ્રગ્સ રેકેટમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે, સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ મુંબઈ હાઈકોર્ટમાં મલિક વિરુદ્ધ 1.25 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે.

નવાબ મલિકે (Nawab Malik) પહેલા ટ્વીટ કરીને આ આરોપ લગાવ્યો અને બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં પણ આ સવાલ ઉઠાવ્યો. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, સમીર દાઉદ વાનખેડે, શું તમારી સાળી હર્ષદા દીનાનાથ રેડકર ડ્રગ્સ કેસમાં સામેલ છે ? તમે તેનો જવાબ આપો કારણ કે તેમનો કેસ પૂણેની કોર્ટમાં પેન્ડિંગ છે. આ સાબિતી લો. આ લખીને નવાબ મલિકે ટ્વિટર પર પુરાવા તરીકે કેટલાક દસ્તાવેજો શેર કર્યા છે.

નવાબ મલિકે શું કહ્યું ?

નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજીને ડ્રગ્સ કેસ (Drugs Case) સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા. તેણે કહ્યું, તે ‘મેરા નામ જોકર’ અને ‘સંગમ’ જેવી બે ઈન્ટરવલ પિક્ચર નથી. જ્યાં સુધી વિલન જેલમાં ન જાય ત્યાં સુધી આ પિક્ચર ખતમ થવાનું નથી. લલિત હોટલ સાત મહિના માટે બુક કરવામાં આવી હતી. સમીર વાનખેડેની (Sameer Wankhede) ખાનગી સેના ત્યાં કામ કરતી હતી. મનીષ ભાનુશાલી, ધવલ ભાનુશાલી, સેમ ડિસૂઝા જેવા ઘણા લોકો ત્યાં આવતા-જતા. ત્યાં ડ્રગ્સનું સેવન પણ કરવામાં આવ્યું હતું. લલિત હોટલમાં શબાબ અને કબાબ શરૂ થયા હતા, નવાબ ત્યાં નહોતા.

 

આ પણ વાંચો: શ્રધ્ધાળુઓ માટે ખુશખબર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ સ્થળે પાલખી માર્ગનો કરશે શિલાન્યાસ

આ પણ વાંચો: Fire in Maharashtra: મહારાષ્ટ્રના મુરબાડ વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો