નારાયણ રાણેએ ઠાકરે સરકારને આપ્યો જવાબ, સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી, દિશા સાલિયન કેસ પર પ્રશ્નો ઉઠાવ્યા

|

Aug 25, 2021 | 10:10 PM

રાણેએ દિશા સાલિયનનો કેસ ઉઠાવીને ઠાકરે સરકારને ઘેરી હતી. દિશા સાલિયન સુશાંત સિંહ રાજપૂતની મેનેજર હતી. સુશાંત સિંહ (9 જૂન 2020)ના મૃત્યુના થોડા દિવસો પહેલા દિશા સાલિયનનું મધ્યરાત્રિએ બહુમાળી ઈમારતમાંથી પડીને મૃત્યુ થયું હતું.

નારાયણ રાણેએ ઠાકરે સરકારને આપ્યો જવાબ, સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી, દિશા સાલિયન કેસ પર પ્રશ્નો ઉઠાવ્યા
Narayan Rane

Follow us on

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની (Union Minister Narayan Rane) મંગળવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) થપ્પડ મારવાના નિવેદન બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને મોડી રાત્રે મહાડ કોર્ટમાંથી જામીન મળી ગયા.

 

બુધવારે બોમ્બે હાઈકોર્ટે નાસિક પોલીસને આગામી સુનાવણી (17 સપ્ટેમ્બર) સુધી રાણે વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સમગ્ર મામલા બાદ હવે નારાયણ રાણેએ શિવસેના અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે આજે પત્રકાર પરિષદ બોલાવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

આ પ્રેસ કોન્ફરન્સમાં રાણેએ ઠાકરે સરકાર પર પ્રહાર કરતા દિશા સાલિયનનો (Disha Salian) મામલો ઉઠાવ્યો હતો. આમ કરીને રાણેએ આ સવાલ પર ઠાકરે સરકારને ઘેરી લીધી. દિશા સાલિયન (Disha Salian) સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) મેનેજર હતી. સુશાંત સિંહ (Sushant Singh Rajput) (9 જૂન 2020) ના મૃત્યુના થોડા દિવસો પહેલા દિશા સાલિયનનું (Disha Salian) મધ્યરાત્રિએ બહુમાળી ઈમારત પરથી પડીને મૃત્યુ થયું હતું. દિશા સલિયાનનું મોત શંકાસ્પદ રીતે થયું હોવાનું કહેવાય છે. આ મામલે એક મોટા યુવા નેતાનો હાથ હોવાનો દાવો કરતા રાણેએ ફરી એકવાર ઠાકરે સરકાર પર નિશાન સાધ્યું હતું.

 

સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયનના નિધન પર રાણેએ શું કહ્યું?

 

પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નારાયણ રાણેએ સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સલિયાનના શંકાસ્પદ મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું “દિશા સાલિયન, કોણે કર્યું? કયા મંત્રી ત્યાં હાજર હતા? આ કેસ હજુ સુધી કેમ ઉકેલાયો નથી? પૂજા ચવ્હાણ (ટિકટોક સ્ટાર જેનું બીલ્ડીંગ પરથી પડીને શંકાસ્પદ રીતે મૃત્યુ થયું) સાથે પણ આવું જ થયું. હવે હું ચૂપ બેસીશ નહીં. જ્યાં સુધી તે મંત્રીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી પીછો કરીશ. હું કોર્ટમાં જઈશ, જોવ છું તેમને કોણ બચાવે છે? આમ કહીને નારાયણ રાણેએ ઠાકરે સરકારને ચેતવણી આપી.

 

દિશા સલિયાનનું 9 જૂન 2020ની મધ્યરાત્રિએ બહુમાળી બિલ્ડિંગમાંથી પડીને મૃત્યુ થયું હતું. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર 14 જૂને આવ્યા હતા. તે સમયે આ બે કેસો વચ્ચે સંબંધ હોવાની ચર્ચા હતી. આ બાબતે નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ માંગ કરી હતી કે પોલીસ પર કોઈ પણ પ્રકારનું દબાણ લાવ્યા વગર બંને કેસમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

 

દિશા સાલિયન મૃત્યુ કેસમાં નિતેશ રાણેએ આદિત્ય ઠાકરે પર આરોપ લગાવ્યો હતો

દિશા સાલિયાનના મોતના કેસમાં નિતેશ રાણેએ ટ્વીટ કરીને પ્રવાસન અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે “પોલીસ પર દબાણ લાવ્યા વગર જો દિશા સાલિયન કેસમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ખબર પડશે કે આ ‘શ્રવણ કુમારો’ ક્યાં ક્યાં ખેલ રમી રહ્યા છે! ”

 

 

આ પણ વાંચો : મહારાષ્ટ્ર સરકાર થોડા દિવસોની મહેમાન, તે મારૂ કંઈ બગાડી નહીં શકે: નારાયણ રાણે

Next Article