Maharashtra : કેન્દ્રીય પ્રઘાન નારાયણ રાણે ફરીથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. નારાયણ રાણે સહિત ભાજપના નેતાઓ દ્વારા કોંકણમાં જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવશે. CM ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આપેલા નિવેદન પર રાજકીય ડ્રામા બાદ ભાજપે ફરી એક વખત રાણેની મુલાકાત (Jan Ashirwad Yatra) માટે તૈયારી કરી છે. ઉલ્લેખનીય છે કે,ગુરુવારે નારાયણ રાણેની તબિયત લથડી જતા તેમને લીલાવતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે તેમની તબિયત હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે.
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે શુક્રવારે સિંધુદુર્ગથી (Sindhudurg)તેમની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરશે. જેની માહિતી આપતા મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષ પ્રસાદ લાડેએ જણાવ્યુ હતુ કે, “નારાયણ રાણેએ યાત્રા શરૂ કરતા પહેલા લીલાવતી હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ કરાવ્યુ હતુ, જો કે તેમની તબિયત સંપૂર્ણ સ્વસ્થ હોવાથી તેઓ ફરી જન આશીર્વાદ યાત્રાને આગળ ધપાવશે.”
સિંધુદુર્ગમાં 7 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ
ગુરુવારે નારાયણ રાણેની નાદુરસ્ત તબિયતના સમાચાર સામે આવ્યા બાદ હંગામો મચી ગયો હતો. આ સમાચારથી તેમના સમર્થકો ખૂબ ચિંતિત હતા. પરંતુ જ્યારે દરેકને રૂટીન ચેકઅપ વિશે ખબર પડી ત્યારે બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારે 7 સપ્ટેમ્બર સુધી સિંધુદુર્ગમાં કલમ 144 લાગુ કરી દીધી છે. છતા પણ કોંકણમાં નારાયણ રાણેની(Narayan rane) જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવશે.
જન આશીર્વાદ યાત્રામાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ – ભાજપ નેતા
ભાજપના એક સ્થાનિક નેતાએ જણાવ્યું હતુ કે, કોંકણમાં રાણેની (Rane) ત્રણ દિવસની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તેની ધરપકડ બાદ તેને મુલતવી રાખવી પડી. વધુમાં તેમણે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પર રાણેની જન આશીર્વાદ યાત્રામાં અવરોધ ઉભો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર ગમે તેટલી કોશિશ કરે, પરંતુ રાણે ચોક્કસપણે લોકોના આશીર્વાદ લેશે.
Published On - 1:56 pm, Fri, 27 August 21