કલમ 370 હટવાથી વિકાસનો માર્ગ બધા માટે ખુલ્યો, કાશ્મીરી હિન્દુઓનું કરાવવું પડશે પુનર્વસન: RSS પ્રમુખ મોહન ભાગવત

આરએસએસના પ્રમુખે કહ્યું કે, 'સંકટ પૂરુ થયુ નથી, 370 સકટ હતું, પરંતુ 370 જે કારણોથી આવ્યું એ મુખ્ય સંકટ છે. ત્યાં કંઈક થઈ રહ્યું છે જેથી વિસ્થાપિત પંડિતોને ફરીથી વસાવી ન શકાય. ફરીથી વિસ્થાપિત પંડિતોને વસાવી ન શકાય તે માટે ત્યા કંઈક થઈ રહ્યુ છે.

કલમ 370 હટવાથી વિકાસનો માર્ગ બધા માટે ખુલ્યો, કાશ્મીરી હિન્દુઓનું કરાવવું પડશે પુનર્વસન: RSS પ્રમુખ મોહન ભાગવત
RSS Chief Mohan Bhagwat
| Edited By: | Updated on: Oct 16, 2021 | 10:33 PM

મહારાષ્ટ્રના નાગપુરમાં (Nagpur) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે (Mohan Bhagwat) શનિવારે જણાવ્યું હતું કે જમ્મુ -કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થતાં તમામ માટે વિકાસનો માર્ગ ખુલ્લી ગયો છે. પહેલા 370ની આડમાં જમ્મુ અને લદ્દાખ સામે ભેદભાવ થતો હતો, હવે તે ભેદભાવ નથી. કાશ્મીર ઘાટી પણ હવે વિકાસનો સીધો લાભ લઈ રહી છે. આતંકવાદીઓનો ભય પણ સમાપ્ત થઈ ગયો છે.

 

તેમણે કહ્યું કે કાશ્મીર ખીણ માટે જે કરવામાં આવ્યું તેમાંથી 80 ટકા રાજકીય નેતાઓના ખિસ્સામાં ગયું અને લોકો સુધી પહોંચ્યું નહીં. હવે કાશ્મીર ખીણના લોકો વિકાસ અને લાભો મેળવવા માટે સીધી પહોંચનો અનુભવ કરી રહ્યા છે. કલમ 370ના કારણે આતંકવાદ સામે કંઈક કરવા માંગતા હોય તો તેઓ પ્રભાવિત થતા હતા, તેથી આતંકવાદીઓ ડરવાનું ભૂલી ગયા, લોકોએ પણ બાળકો પાસેથી પુસ્તકો લઈ  લીધા હતા અને તેમને પથ્થરો આપ્યા.

 

આરએસએસના પ્રમુખે કહ્યું કે, સંકટ પૂરુ થયુ નથી, 370 સંકટ હતું, પરંતુ 370 જે કારણોથી આવ્યું એ મુખ્ય સંકટ છે. ત્યાં કંઈક થઈ રહ્યું છે, જેથી વિસ્થાપિત પંડિતોને ફરીથી વસાવી ન શકાય. ફરીથી વિસ્થાપિત પંડિતોને વસાવી ન શકાય તે માટે ત્યા કંઈક થઈ રહ્યુ છે. જે લોકો 370 દૂર થાય તેવુ ઈચ્છતા હતા, તેઓએ પણ એવુ  માની લીધુ હતું કે આવું નહી થઈ શકે, પરંતુ જ્યારે તે થયું, ત્યારે હવે લોકો માને છે કે ડરવાની જરૂર નથી. કાશ્મીરમાં એક મોટો વર્ગ છે જે માને છે કે ભારત આપણી કર્મભૂમિ છે.

 

જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ: મોહન ભાગવત

મોહન ભાગવતે કહ્યું ‘જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જેમ મારું માથું શરીર સાથે સંબંધિત છે, તેમ આપણે કાશ્મીર સાથે સંબંધિત છીએ. આપણે બધા ભારત છીએ અને ભારતથી આપણે છીએ. આ વાત સ્વીકારવામાં આવી ન હતી, એટલા માટે કાશ્મીરની સમસ્યા ઉભી થઈ અને આ અસ્વીકૃતિને કારણે જ પંડિતોને પલાયન થવું પડ્યું.

 

ભારત રહેવું જોઈએ, આપણે રહીએ કે ન રહીએ. કાશ્મીરી હિન્દુઓનું પુનર્વસન કરાવવું પડશે, તેમને સલામતીની અનુભૂતિ થવી જોઈએ, તેઓ તેમની પૂજા પ્રણાલીનું સમ્માન કરવા સક્ષમ હોવા જોઈએ. કોઈપણ રાષ્ટ્રનું નિર્માણ દેશભક્તિથી થાય છે. 100 વર્ષથી આપણને ભ્રમમાં રાખવામાં આવી રહ્યા છે.

 

 

આ પણ વાંચો :  મનમોહન સિંહ સાથે આરોગ્ય મંત્રીએ ફોટો પડાવ્યા બાદ પુત્રી દમન સિંહ ભડકી, કહ્યું- મારા પિતા હોસ્પિટલમાં છે, પ્રાણી સંગ્રહાલયમાં નથી’