Maharashtra Heat Wave: મુંબઈમાં ગરમીનો પ્રકોપ યથાવત, મહારાષ્ટ્રના વિદર્ભ-મરાઠવાડામાં તાપમાન 40ને પાર

આજે (19 માર્ચ, શનિવાર) મુંબઈમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. મુંબઈને અડીને આવેલા ભિવંડીમાં આ તાપમાન વધીને 41 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. વિદર્ભમાં હજુ બે દિવસ ગરમીનું મોજું યથાવત રહેશે. વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની ધારણા છે.

Maharashtra Heat Wave: મુંબઈમાં ગરમીનો પ્રકોપ યથાવત, મહારાષ્ટ્રના વિદર્ભ-મરાઠવાડામાં તાપમાન 40ને પાર
Heat Wave
| Edited By: | Updated on: Mar 19, 2022 | 7:27 PM

મુંબઈ  (Mumbai) સહિત મહારાષ્ટ્રના (Maharashtra) કોંકણ વિસ્તારમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે (19 માર્ચ, શનિવાર) મુંબઈમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસ કરતાં આ તાપમાન ઓછું છે, પરંતુ હજુ પણ માર્ચ મહિનાની દૃષ્ટિએ ગરમીમાં વધારો જ ગણાશે. મુંબઈને અડીને આવેલા ભિવંડીમાં આ તાપમાન વધીને 41 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. વિદર્ભમાં હજુ બે દિવસ ગરમીનું મોજું યથાવત રહેશે. હવામાન વિભાગે આવો અંદાજ (IMD Weather Forecast) વ્યક્ત કર્યો છે. વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની ધારણા છે.

શુક્રવારે મુંબઈમાં થોડી રાહત જોવા મળી હતી. મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્રણ દિવસ પહેલા તે 38થી વધીને 39 ડિગ્રી સેલ્સિયસ થયો હતો. તાપમાનમાં થોડો ઘટાડો થતાં મુંબઈગરાઓ રાહત અનુભવી રહ્યા છે. આ દરમિયાન 19 અને 20 માર્ચ માટે હવામાન વિભાગે કોંકણ, ગોવાના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરી છે. જ્યારે વિદર્ભમાં ગરમીનું મોજુ ફરી વળવાની આશંકા છે.

વિદર્ભ, મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્રમાં તાપમાનમાં વધારો, આકાશમાં આગ ભભૂકી રહી છે

ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા અનુમાન મુજબ હાલના સમયમાં હવામાનમાં શુષ્કતા રહેશે. વિદર્ભમાં કેટલીક જગ્યાએ તાપમાનમાં વધારો થયો છે. મરાઠાવાડાના મોટાભાગના વિસ્તારોમાં અને કોંકણ, ગોવાના કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. આ વિસ્તારોમાં ઘણી જગ્યાએ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. બાકીના મહારાષ્ટ્રમાં પણ તેની આસપાસ મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે.

હીટવેવથી બચવા માટે શું કરવું જોઈએ ?

આવી સ્થિતિમાં ડૉક્ટરોએ લોકોને તેમના શરીરને ડિહાઈડ્રેટ થવાથી બચાવવા માટે વધુને વધુ પાણી પીવાની સલાહ આપી છે. જ્યારે જરૂરી ન હોય ત્યારે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. જો બહાર જવુ જરૂરી હોય તો માથા પર છત્રી કે રૂમાલ રાખવાની સલાહ આપવામાં આવી છે. ડૉક્ટરો ભલામણ કરે છે કે હીટવેવથી  બચવા માટે વધુને વધુ લીંબુ શરબત, સ્ટ્રોબેરી. બ્લુબેરી, રાસબેરી જેવા ફળો ખાઓ.

તેઓ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. ઉપરાંત, કાકડી, પાલક, છાશ, તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તેને લેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે નારંગી, દ્રાક્ષમાં વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ અને ફોલેટની ઉચ્ચ સામગ્રીને કારણે પણ આ ફળોના સેવનની સલાહ આપવામાં આવી છે. આ ફળોનું સેવન કરવાથી પોતાને ડિહાઇડ્રેટ થવાથી બચાવી શકાય છે.

આ પણ વાંચો :  ગુજરાતની જેમ મહારાષ્ટ્રની શાળાઓના અભ્યાસક્રમમાં પણ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવે, ભાજપે કરી માંગણી