Mumbai: ડાન્સ બાર પર દરોડા, છોકરીઓને છુપાવવા માટે બનાવવામાં આવ્યો હતો સિક્રેટ રૂમ, 17 ડાન્સર પકડાઈ

|

Dec 13, 2021 | 11:53 PM

લગભગ 15 કલાકથી વધારેની કાર્યવાહી બાદ મુંબઈ પોલીસની સોશિયલ સર્વિસ બ્રાન્ચની ટીમે આ ગુપ્ત રૂમનો રાજ ખોલ્યો છે. ખાસ વાત એ છે કે આ રૂમની અંદર જવાનો રસ્તો મેકઅપ રૂમની દિવાલમાં લાગેલા કાચની પાછળથી જતો હતો.

Mumbai: ડાન્સ બાર પર દરોડા, છોકરીઓને છુપાવવા માટે બનાવવામાં આવ્યો હતો સિક્રેટ રૂમ, 17 ડાન્સર પકડાઈ
File Image

Follow us on

મુંબઈ (Mumbai)ના અંધેરી વિસ્તારમાં સ્થિત દીપા ડાન્સ બારમાંથી પોલીસે સોમવારે 17 છોકરીઓને કસ્ટડીમાં લીધી છે. હેરાનીની વાત એ છે કે પોલીસને ત્યાં એક અંડરગ્રાઉન્ડ રૂમ પણ મળ્યો છે. આ રૂમમાં 17 છોકરીઓના રાખવામાં આવી હતી. ડાન્સ બારમાં કાચની પાછળ એક ભોંયરૂ હતું. પોલીસ હથોડાથી દિવાલ તોડીને આ રૂમ સુધી પહોંચી. જ્યારે પોલીસ અંદર પહોંચી તો ચોંકી ગઈ, કારણ કે આ રૂમની અંદર એસી અને બેડ હતા. ત્યારબાદ પોલીસે દિપા ડાન્સ બારના મેનેજર અને કેશિયરની ધરપકડ કરી લીધી છે.

 

 

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

લગભગ 15 કલાકથી વધારેની કાર્યવાહી બાદ મુંબઈ પોલીસની સોશિયલ સર્વિસ બ્રાન્ચની ટીમે આ ગુપ્ત રૂમનો રાજ ખોલ્યો છે. ખાસ વાત એ છે કે આ રૂમની અંદર જવાનો રસ્તો મેકઅપ રૂમની દિવાલમાં લાગેલા કાચની પાછળથી જતો હતો. તેમાં ઓટોમેટિક ઈલેક્ટ્રિક ડોર લાગેલો હતો. ભોંયરામાં અંદર એક એસી પણ લગાવવામાં આવ્યું હતું, તેની અંદર પથારી પણ હતી. સોશિયલ સર્વિસ બ્રાન્ચના ડીસીપી રાજુ ભૂજબલે જણાવ્યું કે મુંબઈની NGO કવચની ફરિયાદ પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

ઘણી વખત રેડ પડી પણ પોલીસને ખાલી હાથ પરત ફરવું પડ્યું

ડીસીપીએ જણાવ્યું કે આ રેડ રવિવારે સાંજે શરૂ થઈ અને પુરી રાત સુધી ચાલી. 15 કલાકની કડક કાર્યવાહી બાદ 17 ડાન્સરને મુક્ત કરવામાં આવ્યા છે અને બારના મેનેજર, કેશિયર સહિત 3 સ્ટાફની ધરપકડ કરવામાં આવી છે. અંધેરી પોલીસ સ્ટેશનમાં આ કેસને લઈ FIR દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. પોલીસથી બચવા માટે ડાન્સ બારમાં આધુનિક ઈલેક્ટ્રોનિક સિસ્ટમ લગાવવામાં આવી હતી.

 

 

પોલીસની ગાડી આ વિસ્તારમાં જેવી જ આવતી હતી, બારની બહાર લાગેલા કેમેરા અંદર બેઠેલા લોકોને એલર્ટ કરી દેતા હતા અને છોકરીઓને તરત જ ગાયબ કરી દેવામાં આવતી હતી. આ પહેલા પણ ઘણી વખત અહીં રેડ થઈ પણ પોલીસને ખાલી હાથ પરત ફરવું પડતુ હતું.

 

આટલો મોટો અરીસો જોઈને પોલીસને શંકા ગઈ

બારમાં ડાન્સરો અંગેની નક્કર માહિતી બાદ મોડીરાત્રે બાથરૂમ, સ્ટોરેજ રૂમ, રસોડામાં દરેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ ટીમને કશું મળ્યું ન હતું. બારના મેનેજર, કેશિયર, વેટર સાથે કલાકો સુધી તપાસ થઈ પણ બારમાં ડાન્સર હોવાની વાતને નકારતા રહ્યા. તેની વચ્ચે ટીમના લોકો મેકઅપ રૂમમાં ગયા તો તેમને જોયુ કે ત્યાં એક મોટો અરીસો લાગેલો હતો. જેની પર પોલીસને શંકા ગઈ.

 

 

જ્યારે આ કાચને દિવાલથી અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે દિવાલમાં એટલો ફીટ છે કે તેને હટાવવો અશક્ય છે. ત્યારબાદ મોટી હથોડી મગાવવામાં આવી અને અરીસાને તોડવામાં આવ્યો. અરીસાને પોલીસે જેવો જ તોડ્યો તો તે હેરાન રહી ગયા. તેની પાછળ એક મોટો રૂમ હતો, જેમાં 17 બાર ડાન્સરને છુપાઈને રાખવામાં આવી હતી. આ ભોંયરામાં જવાનો રસ્તો એક ઓટોમેટિક ડોરથી હતો. આ રૂમમાં એસી, પલંગ સિવાય ઘણા ફૂડ પેકેટ પણ હતા.

 

આ પણ વાંચો: IND vs SA: 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમી, ટ્રિપલ સેન્ચુરી ફટકારી, 13 વર્ષ બાદ ભારતીય ટીમમાં આ ખેલાડીને મળ્યુ સ્થાન!

Next Article