Big Breaking : મુંબઈ-પુણે હાઈવે પર ગંભીર અકસ્માત, 6 વાહનો એકબીજા સાથે અથડાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત

|

Oct 18, 2021 | 2:10 PM

મુંબઈ-પુણે હાઈવે પર થયેલા અકસ્માતમાં એક કે બે નહીં પણ છ વાહનો એકબીજા સાથે અથડાયા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે છથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Big Breaking : મુંબઈ-પુણે હાઈવે પર ગંભીર અકસ્માત, 6 વાહનો એકબીજા સાથે અથડાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત
Mumbai-Pune Express Way Accident

Follow us on

Maharashtra : મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ખોપોલી નજીક થયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune Express Way) પર મરઘીઓ લઈને જતા ટેમ્પાએ આગળના ટેમ્પોને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.

છ વાહનો એકબીજા સાથે ટકરાયા

માત્ર એક કે બે નહીં પણ છ વાહનો એકબીજા સાથે અથડાયા. જેમાં બે ટેમ્પો, બે કાર, ખાનગી બસ અને ટ્રેલરનો સમાવેશ થાય છે. સ્વિફ્ટ કાર (Swift Car) અને એક ટેમ્પો સંપૂર્ણપણે વિખેરાઈ ગયા. આ અકસ્માતને કારણે થોડો સમય ટ્રાફિક જામ પણ થયો હતો. ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ખોપોલી પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી 

આ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં બે લોકો ફસાયા હતા. બચાવ કામગીરી દરમિયાન બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કારમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. તેને પોસ્ટમોર્ટમ માટે ખોપોલી મ્યુનિસિપલ હોસ્પિટલમાં હાલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ટેમ્પોમાં સવાર અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું હતું. આ અકસ્માતને (Accident) કારણે હાઈવે પર ટ્રાફિક જામના (Traffic) દ્રશ્યો જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, ખોપોલી પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

આ પણ વાંચો : મહારાષ્ટ્ર : પેટ્રોલ-ડીઝલના વઘતા ભાવને લઇને પવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી, કહ્યુ” દેશમાંથી BJP નામનું સંકટ દુર કરવુ પડશે”

આ પણ વાંચો : Aryan Drug Case : આર્યન ડ્રગ્સ કેસના તાર નેપાળ સુધી ! બિહાર જેલમાં બંધ આ 2 ડ્રગ્સ સ્મગલરોની NCB કરશે પૂછપરછ

Next Article