Money Heist 5 : મુંબઈ પોલીસ પર ચાલ્યો ‘મની હાઈસ્ટ’નો જાદુ , Bella Ciao ગીતનું ઈન્સ્ટ્રુમેન્ટ વર્ઝન રજૂ કર્યુ

|

Sep 04, 2021 | 8:47 AM

સ્પેનિશ શો મની હાઈસ્ટ 5 સિરિઝના એક સોંગનું મુંબઈ પોલીસે ઇન્સ્ટ્રુમેન્ટ વર્ઝન (Instrument Version)રજુ કર્યુ છે.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Money Heist 5 : મુંબઈ પોલીસ પર ચાલ્યો મની હાઈસ્ટનો જાદુ ,  Bella Ciao ગીતનું ઈન્સ્ટ્રુમેન્ટ વર્ઝન રજૂ કર્યુ
mumbai police perform popular song bella ciao

Follow us on

Money Heist 5 : મની હાઈસ્ટ (Money Heist 5) ની પાંચમી સીઝનનો પહેલો ભાગ આખરે રિલીઝ થયો છે. ચાહકો લાંબા સમયથી આ સિઝનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે તાજતેરમાં મુંબઈ પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં મુંબઈ પોલીસના કર્મચારીઓએ Money Heist 5 શોના ગીત બેલા ચાઓ પર ઇન્સ્ટ્રુમેન્ટ વર્ઝન રિલીઝ કર્યું છે, આ વીડિયો હાલ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

મુંબઈ પોલીસે આ Money Heist 5 શોના ગીત બેલા ચાઓ પર ઇન્સ્ટ્રુમેન્ટ વર્ઝન (Instrument Version) રિલીઝ કર્યું છે અને વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યુ કે,”હંમેશા કંઈક નવું કરવાનું ચૂકશો નહીં, સુરક્ષાની સિઝન ક્યારેય સમાપ્ત નહી થવા દઈએ”

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જુઓ વીડિયો

ઉપરાંત મુંબઈ પોલીસે ઇન્સ્ટાગ્રામ પર બીજો વીડિયો (Video) શેર કર્યો અને લખ્યું, બેલા ચાઓનું ટ્રેલર ગમ્યું? તમને સિરિઝ પણ ગમશે, કારણ કે ખાકી હંમેશા બધું વધુ સારી રીતે કરે છે.

આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે, ચાહકો તેને રોક સ્ટાર કહી રહ્યા છે.જ્યારે કેટલાક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મુંબઈ પોલીસ ચોરો માટે ગવાયેલા ગીતોનું ઈન્સ્ટ્રુમેન્ટ વર્ઝન રિલીઝ કર્યુ છે.

મની હાઈસ્ટ-5 સિરીઝ

મની હાઈસ્ટની વાત કરીએ તો 1.5 વર્ષની રાહ જોયા બાદ આ શોની પાંચમી અને અંતિમ સીઝન રિલીઝ કરવામાં આવી છે. શોનું પહેલું વોલ્યુમ શુક્રવારે એટલે કે 3 સપ્ટેમ્બરે રિલીઝ(Release) કરવામાં આવ્યું છે .આ સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે પ્રોફેસરને પોલીસ અધિકારી એલિસિયાએ પકડ્યો છે અને તે તેને ત્રાસ આપી રહી છે. તે જ સમયે, પ્રોફેસરની ટીમ બેંક ઓફ સ્પેનમાં સૈન્ય સામે લડી રહી છે. આ સિરીઝ લોકોને ખુબ પસંદ આવી રહી છે.

આ પણ વાંચો: Maharashtra Corona: વધતાં જતાં કોરોના કેસને લઈને મહારાષ્ટ્રમાં લોકડાઉનની અટકળો થઈ તેજ જાણો શું કહ્યું સ્વાસ્થય મંત્રીએ

આ પણ વાંચો: NIAએ સચિન વાજે સહિત 10 આરોપી વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ, UAPA સહિત અનેક કલમો હેઠળના આરોપો

Next Article