મુંબઈ: ખાનગી વાહનમાં માસ્ક ના પહેરવા પર નહીં થાય દંડ, BMCએ જારી કરી નવી ગાઈડલાઈન

|

Jan 17, 2021 | 7:40 PM

મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસોની સંખ્યા વધીને 19 લાખને પાર કરી થઈ છે. જ્યારે કોરોનાથી 18 લાખ જેટલા દર્દીઓ ઠીક પણ થઈ ચૂક્યા છે.

મુંબઈ: ખાનગી વાહનમાં માસ્ક ના પહેરવા પર નહીં થાય દંડ, BMCએ જારી કરી નવી ગાઈડલાઈન

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસોની સંખ્યા વધીને 19 લાખને પાર કરી થઈ છે. જ્યારે કોરોનાથી 18 લાખ જેટલા દર્દીઓ ઠીક પણ થઈ ચૂક્યા છે. કોરોના વાઈરસનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આ દરમિયાન રવિવારે BMCએ કહ્યું કે ખાનગી વાહનોની અંદર માસ્ક ન પહેરનારા લોકોને દંડ કરવામાં આવશે નહીં. જો કે જાહેર પરિવહનમાં માસ્ક ન પહેરવાનું હજી પણ શિક્ષાત્મક ગુનો છે. શહેરમાં કોરોના વાઈરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બીએમસીએ 8 એપ્રિલથી ફેસ માસ્ક ફરજિયાત બનાવ્યું હતું. દંડ વસૂલ કરવા ઉપરાંત BMCએ ઉલ્લંઘન કરનારાઓને જાહેર સેવાઓમાં રોકવા માટે જણાવ્યું હતું.

 

બીએમસીએ દલીલ કરી હતી કે જો કોઈ દંડની ચૂકવણી માટે દલીલ કરે છે તો તે વ્યક્તિને શિક્ષા કરવામાં આવશે. બીએમસીએ માસ્ક ન પહેરવા બદલ 1,000 રૂપિયા દંડ રાખ્યો હતો, જે ગયા સપ્ટેમ્બરમાં ઘટાડીને 200 રૂપિયા કરી નાંખ્યો હતો. બીએમસીના એક અધિકારીએ કહ્યું કે 28 નવેમ્બર સુધી કે-વેસ્ટ વોર્ડમાં વધુમાં વધુ 32,010 નાગરિકોને દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં જુહુ અને વર્સોવા જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન રૂ. 63.39 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડા

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા વધીને 19,87,678 થઈ ગઈ છે. પાછલા દિવસોમાં રાજ્યમાં 2,910 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે મૃતકોની સંખ્યા 50,388 પર પહોંચી ગઈ છે. શનિવારે સ્વસ્થ થયેલા કુલ 3,039 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મહારાષ્ટ્રના કોરોનાથી અત્યાર સુધીમાં 18,84,127 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા 51,965 છે.

 

આ પણ વાંચો: PM મોદીને G7 સમિટ માટે UKનું આમંત્રણ, સંમેલન પૂર્વે ભારત આવશે બોરિસ જોનસન

Next Article