
મુંબઈ કોંગ્રેસના MLA અસલમ શેખને પોતાને એક અજાણ્યા વ્યક્તિએ પોતે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનો માણસ ગણાવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસએ કહ્યું કે, આ મામલામાં FIR નોંધવામાં આવી છે અને ફોન કોલ કરનારા વ્યક્તિને શોધવા માટે એક ગૃપ બનાવવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે ગોલ્ડી બ્રાર હાલમાં કેનેડામાં રહે છે. બ્રાર NIA અને દેશના ઘણા રાજ્યોની પોલીસ માટે વોન્ટેડ છે. ગોલ્ડી બ્રાર પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો કથિત માસ્ટરમાઇન્ડ છે.
પોલીસે આગળ કહ્યું કે, ધમકીનો ફોન ધારાસભ્ય અસલમ શેખના અંગત સહાયક અને વકીલ વિક્રમ કપૂરને આવ્યો હતો. તે સમયે પૂર્વ મંત્રી વિક્રમ કપૂર મુંબઈ મહાનગરપાલિકાની ઓફિસમાં હાજર હતા. ફોન પર ધમકી આપનારી વ્યક્તિએ પોતાની ઓળખ પોતે ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર તરીકે આપી અને કહ્યું કે, આ MLAને બે દિવસમાં ગોળી મારી નાખવામાં આવશે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે કહ્યું કે, આ મામલામાં કલમ 506 (2) (ગુનાહિત ધમકી) અને 507 (સંચારના ગોપનીય માધ્યમો દ્વારા અપરાધિક ધમકી) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ અસલમ શેખ મહારાષ્ટ્ર વિધાનસભાની મુંબઈની મલાડ સીટથી કોંગ્રેસના MLA છે. તેઓ અગાઉની મહા વિકાસ આઘાડી સરકારમાં મુંબઈના પ્રભારી મંત્રી પણ રહ્યા હતા.
મળેલ માહિતી પ્રમાણે ગોલ્ડી બ્રાર અગાઉ પણ ઘણી મોટી હસ્તીઓને ધમકી આપી ચૂક્યો છે. આ પહેલા ગોલ્ડી બ્રારે અભિનેતા સલમાન ખાન અને ગાયક હની સિંહને પણ ધમકી આપી હતી. હની સિંહે પણ પોતે ધમકીની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે, તેને વોઈસ નોટ મોકલીને ધમકી આપવામાં આવી રહી હતી. ગોલ્ડી બ્રારે 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરી હતી.