મુંબઈમાં કોરોના સંકટનો સામનો કરવા માટે ગાઈડલાઈન્સ જાહેર, 10 દર્દી મળશે તો બિલ્ડીંગ થશે સીલ

|

Jan 04, 2022 | 6:06 PM

કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના સંક્રમણ વિશે વાત કરીએ તો સોમવારે મહારાષ્ટ્રમાં 68 કેસ નોંધાયા હતા, જેમાંથી 40 કેસ એકલા મુંબઈમાં નોંધાયા હતા.

મુંબઈમાં કોરોના સંકટનો સામનો કરવા માટે ગાઈડલાઈન્સ જાહેર, 10 દર્દી મળશે તો બિલ્ડીંગ થશે સીલ
Symbolic Image

Follow us on

મુંબઈ (Mumbai)માં વધતા કોરોના સંકટને ધ્યાનમાં રાખીને તેના નિયંત્રણ માટે મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ અને ઈમારતોને લઈને નવી માર્ગદર્શિકા (guidelines) જાહેર કરવામાં આવી છે. આ મુજબ જો બિલ્ડીંગના કોઈપણ ફ્લોર પર કોરોનાનો સક્રિય દર્દી જોવા મળે છે તો તે સમગ્ર ફ્લોરને સીલ કરી દેવામાં આવશે. જો કોરોનાના (Corona) 10 કેસ મળી આવે અથવા મોટી સોસાયટીઓ અને હાઈરાઈઝ બિલ્ડીંગોના 20 ટકા ઘરોમાં કોરોનાના કેસ જોવા મળે તો આખી ઈમારત સીલ કરી દેવામાં આવશે.

મુંબઈમાં સતત બે દિવસથી 8 હજારથી વધુ કોરોના સંક્રમિત કેસ સામે આવી રહ્યા છે. જો મહારાષ્ટ્રના આંકડાની વાત કરીએ તો બે દિવસમાં લગભગ 12 હજાર કે તેથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. એટલે કે કુલ કોરોના સંક્રમણમાંથી બે તૃતીયાંશથી વધુ કેસ એકલા મુંબઈમાં જ જોવા મળ્યા છે.

કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના સંક્રમણ વિશે વાત કરીએ તો સોમવારે મહારાષ્ટ્રમાં 68 કેસ નોંધાયા હતા, જેમાંથી 40 કેસ એકલા મુંબઈમાં નોંધાયા હતા. આ ગંભીર સંકટને ધ્યાનમાં રાખીને મુંબઈની ઈમારતોને લઈને આ નવું મેન્યુઅલ બહાર પાડવામાં આવ્યું છે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

મુંબઈ માટે નવા નિયમો જાહેર

મુંબઈની ઈમારતો માટે જાહેર કરાયેલા નવા નિયમો હેઠળ જો કોઈ પણ ફ્લોર પર કોરોના સંક્રમિત દર્દી જોવા મળે છે તો આખો ફ્લોર સીલ કરી દેવામાં આવશે. જો કોઈ બિલ્ડિંગમાં 10થી વધુ કેસ જોવા મળે છે અથવા 20 ટકાથી વધુ ઘરોમાં કોરોના કેસ છે તો સમગ્ર બિલ્ડિંગને સીલ કરવામાં આવશે.

આવી ઈમારતોમાં સંક્રમિત દર્દીઓ તેમજ તેમના સંપર્કમાં આવનારા લોકો માટે નિયમો સ્પષ્ટપણે નિર્ધારિત કરવામાં આવ્યા છે. જે ફ્લોર પર કોરોનાના કેસ જોવા મળશે તે ફ્લોર પરના ઘરોની બહાર નિકળવા પર પ્રતિબંધ રહેશે. જ્યાં કોરોના સંક્રમણના કેસ જોવા મળશે તેના ઉપરના અને નીચેના માળે રહેતા લોકોએ પાંચમા અને સાતમા દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે.

RT-PCR ટેસ્ટ વિના, બિલ્ડિંગ પરથી પ્રતિબંધ હટાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સંક્રમિત વ્યક્તિએ ક્વોરન્ટાઈન નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે નહીં તો BMC દ્વારા કડક કાર્યવાહીનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ક્વોરન્ટાઈનના આ નિયમોનું પાલન કરવાનું રહેશે

ક્વોરન્ટાઈનના નવા નિયમો હેઠળ સંક્રમિત વ્યક્તિએ 10 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. નજીકના સંપર્કમાં આવેલા લોકો માટે સાત દિવસનો ક્વોરેન્ટાઈન નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ પછી તેમનો કોરોના ટેસ્ટ પાંચમા અને સાતમા દિવસે કરવામાં આવશે.

ક્વોરન્ટાઈનમાં રહેલા સંક્રમિતોના ઘરમાં જરૂરીયાતના સામાનની સપ્લાયની જવાબદારી બિલ્ડિંગની મેનેજમેન્ટ કમિટીની રહેશે. જે અધિકારીઓ મહાનગરપાલિકા વતી દેખરેખ માટે જશે, તેની સાથે બિલ્ડીંગમાં રહેતા લોકોને સહકાર આપવા જણાવ્યું છે.  બિલ્ડીંગ પરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ દ્વારા લેવામાં આવશે.

આ પણ વાંચો : Maharashtra Corona: મહારાષ્ટ્રની એક શાળામાં 28 વિદ્યાર્થીઓને થયો કોરોના, બે કર્મચારીઓ પણ થયા સંક્રમિત

Next Article