મુંબઈની મેયર કિશોરી પેડણેકર (Kishori Pednekar) અને ભાજપ ધારાસભ્ય આશિષ શેલાર (Ashish Shelar)ની વચ્ચે એક વખત ફરી તણાવ ઉભો થયો છે. તાજેતરમાં જ જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar)ના ઘર પર એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી બાદ ઘણા સેલેબ્સ કોરોના સંક્રમિત થયાની વાત સામે આવી હતી.
આશિષ શેલારે આરોપ લગાવ્યો હતો કે આ પાર્ટીમાં મહારાષ્ટ્રના એક મંત્રી પણ સામેલ થયા હતા. કિશોરી પેડણેકરે આશિષ શેલારને જવાબ આપતા પડકાર આપ્યો છે કે તે મિનિસ્ટરનું નામ જણાવે જે કરણ જોહર દ્વારા આપવામાં આવેલી પાર્ટીમાં સામેલ થયા હતા અથવા પછી તે માફી માંગે.
આ પહેલા પણ શેલારના એક નિવેદનને આપતિજનક કહેતા અને મહિલાઓ માટે તેને અભદ્ર ગણાવતા કિશોરી પેડણેકરે શેલાર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવી હતી. હવે મેયર કિશોરી પેડણેકર અને ભાજપ ધારાસભ્ય આશિષ શેલારની વચ્ચે તણાવનો નવો મામલો સામે આવ્યો છે.
થોડા દિવસો પહેલા ફિલ્મમેકર કરણ જોહરના ઘરે એક પાર્ટી થઈ હતી. આ પાર્ટીમાં સામેલ થયેલા લોકોમાંથી ઘણા લોકો કોરોના પોઝિટીવ હતા, આ વાતને લઈ આશિષ શેલારે એક પત્રકાર પરિષદ કરી હતી. તેમને તેમાં સવાલ કર્યો હતો કે કરણ જોહરની પાર્ટીમાં સામેલ થનારા મહારાષ્ટ્રના કોણ મંત્રી હતા? શેલારે કહ્યું હતું કે સંબંધિત ઈમારતમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે.
મુંબઈની મેયર કિશોરી પેડણેકરે મેયર નિવાસ સ્થાને એક પત્રકાર પરિષદ યોજી. આ પત્રકાર પરિષદમાં તેમને પડકાર આપ્યો કે આશિષ શેલારે તે મંત્રીનું નામ જણાવવું જોઈએ જેના પર તેઓ કરણ જોહર દ્વારા આપવામાં આવેલી પાર્ટીમાં હાજરી આપવાનો આરોપ લગાવી રહ્યા છે. મેયરે કહ્યું કે શેલારના આરોપ પાયાવિહોણા છે અને તે આવા આરોપ લગાવી લોકોને ગેરમાર્ગે દોરે છે.
શેલાર ધારાસભ્ય બની ગયા છે, પરંતુ તેઓ મુંબઈ મહાનગરપાલિકા પ્રત્યેનો મોહ છોડી રહ્યા નથી. મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે ભાજપને પોતાના નગરસેવકો પર વિશ્વાસ જ નથી. આ કારણે મોટી સંખ્યામાં ભાજપના નગરસેવક શિવસેનાના સંપર્કમાં છે. શેલારની બેઠકથી નગરસેવક ગાયબ થઈ જાય છે અને તે પોતાની પાર્ટીથી નારાજ છે.
આ પણ વાંચો: ગાંધીનગર એસપી ઓફિસ ખાતે સુરક્ષા વધારાઈ, મીડિયાકર્મીના પ્રવેશ પર પ્રતિબંધ
આ પણ વાંચો: આખરે રાજ કુન્દ્રાએ તોડ્યુ મૌન, જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ વખત આપ્યુ સત્તાવાર નિવેદન