Mumbai Local Train: મુંબઈગરો માટે સૌથી મોટા સમાચાર, સવારથી જ મળશે મુંબઈ લોકલ પાસ, જાણો ક્યાં અને કેવી રીતે?

|

Aug 10, 2021 | 11:20 PM

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની હદમાં આવતા 53 રેલવે સ્ટેશનો પરથી પાસ મેળવી શકાશે. જેમાં સેન્ટ્રલ (Central), વેસ્ટર્ન (Western)  અને હાર્બર(Harbour) આ ત્રણ લાઈનના સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ સ્ટેશનોમાં ટિકિટ બારી પાસે એક હેલ્પ રૂમ હશે.

Mumbai Local Train: મુંબઈગરો માટે સૌથી મોટા સમાચાર, સવારથી જ મળશે મુંબઈ લોકલ પાસ, જાણો ક્યાં અને કેવી રીતે?
પ્રતીકાત્મક તસવીર

Follow us on

મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local Train) 15 ઓગસ્ટથી એવા લોકો માટે શરૂ થઈ રહી છે, જેમણે કોરોના વાઈરસ વેક્સિનના બંને ડોઝ લીધા છે. આ માટે મુસાફરોને મુંબઈ લોકલ માટે માસિક પાસ આપવાનું કામ સવારે 7 (11 ઓગસ્ટ, બુધવાર)થી શરૂ થઈ રહ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) આ અંગેની સંપૂર્ણ માહિતી આપી છે.

 

ક્યાં અને ક્યારે મળશે પાસ?

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની હદમાં આવતા 53 રેલવે સ્ટેશનો પરથી પાસ મેળવી શકાશે. જેમાં સેન્ટ્રલ (Central), વેસ્ટર્ન (Western)  અને હાર્બર(Harbour) આ ત્રણ લાઈનના સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ સ્ટેશનોમાં ટિકિટ બારી પાસે 358 હેલ્પ રૂમ હશે.

 

પાસ મેળવવાની કામગીરી સવારે 7થી 11 વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે. આ કામગીરી અઠવાડિયાના સાત દિવસ (આગળના આદેશ સુધી) ચાલુ રહેશે. આ સુવિધા મુંબઈ સહિત નજીકના શહેરોના કુલ 109 રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ હશે.

 

પાસ મેળવવા શું સાથે લાવવું?

કોરોના રસીના બંને ડોઝ લીધેલા છે, તેનું પ્રમાણપત્ર (Vaccination Certificate) અને આધાર કાર્ડ અથવા કોઈપણ એક ફોટો આઈડી(Photo ID) સાથે લાવવાનું રહેશે. પરંતુ બીજો ડોઝ લીધા પછી 14 દિવસનો સમય પૂરો થયેલો હોવા જોઈએ, આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. આ બંને કાગળો તમારી પાસે હોવા  જરૂરી છે, જો એક પણ ડોક્યુમેન્ટ ઓછું હશે તો સ્ટેશનમાં પ્રવેશ મળી શક્શે નહીં.

 

તમે તમારા ઘરની નજીક આવેલા રેલ્વે સ્ટેશન પર જઈને બંને ડોક્યુમેન્ટની તપાસ કરાવી શકો છો. કારણ વગર ભીડ ન કરવાની પણ BMCએ  અપીલ કરી છે. જો કોઈ તપાસ માટે વેક્સિનેશનનું નકલી પ્રમાણપત્ર બતાવે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

 

તમને રસી આપવામાં આવી છે કે નહીં, એ આ રીતે ચેક કરવામાં આવશે

હેલ્પ રૂમમાં હાજર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)નો સ્ટાફ કોવિન એપ દ્વારા વેક્સિનેશન પ્રમાણપત્રની તપાસ કરશે. આ સિવાય તમારું ફોટો આઈડી પણ ચેક કરવામાં આવશે. જો બંને સાચા હોવાનું જણાય તો તેમના પર સ્ટેમ્પ લગાવવામાં આવશે. સ્ટેમ્પવાળું કોરોના રસીકરણનું પ્રમાણપત્ર રેલવે સ્ટેશનની ટિકિટ બારીમાં બતાવવાનું રહેશે. આ પછી માસિક પાસ (Monthly Pass) મેળવી શકાશે. આ માસિક પાસ 15 ઓગસ્ટ પહેલા જ મળી જશે. પરંતુ તે 15 ઓગસ્ટથી માન્ય જ ગણવામાં આવશે.

 

આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ માટે કોઈ ફેરફાર નહીં

આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ હાલની છૂટ મુજબ મુંબઈ લોકલમાં મુસાફરી કરવા માટે હકદાર રહેશે. તેઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં તેનાથી કોઈ ફરક પડશે નહીં. આ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

 

 

આ પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનો સ્કુલ ખોલવા અંગે મહત્વનો નિર્ણય, 17 ઓગસ્ટથી શાળાઓ શરૂ કરવામાં આવશે

Next Article