મુંબઈ માટે વર્ષો બાદ આવી સૌથી સારી અને મોટી ખબર, ફરી ખુલશે ડાન્સ બાર, જાણો ડાન્સ બારમાં તમે શું કરી શકશો અને શું નહીં ?

|

Jan 17, 2019 | 9:41 AM

ઉચ્ચતમ્ ન્યાયાલયે મુંબઈમાં ડાન્સ બારને કેટલીક શરતો સાથે પરવાનગી આપી દિધી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના વર્ષ 2016ના કાયદાને કાયદેસરનો ગણાવ્યો, પણ આ સાથે જ કેટલાક નિયોમાં પણ ફેરફાર કર્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં […]

મુંબઈ માટે વર્ષો બાદ આવી સૌથી સારી અને મોટી ખબર, ફરી ખુલશે ડાન્સ બાર, જાણો ડાન્સ બારમાં તમે શું કરી શકશો અને શું નહીં ?

Follow us on

ઉચ્ચતમ્ ન્યાયાલયે મુંબઈમાં ડાન્સ બારને કેટલીક શરતો સાથે પરવાનગી આપી દિધી છે.

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના વર્ષ 2016ના કાયદાને કાયદેસરનો ગણાવ્યો, પણ આ સાથે જ કેટલાક નિયોમાં પણ ફેરફાર કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સુપ્રીમ કોર્ટના નવા ચુકાદા મુજબ હવે ડાન્સ બારમાં નોટ અને સિક્કા નહીં ઉછાળી શકા. જોકે બાર ગર્લ્સને ટિપ આપી શકાશે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં મહારાષ્ટ્ર સરકારના કાયદામાં અશ્લીલતા પર સજાની 3 વર્ષની જોગવાઈને મંજૂરી આપી છે.

આ ચુકાદા બાદ મુંબઈમાં ડાન્સ બાર હવે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 11.30 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. કોર્ટે ડાન્સ બારમાં દારૂ પિરસવા અને ઑર્કેસ્ટ્રાને પણ મંજૂરી આપી છે.

કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે બારમાં કોઈ પણ જાતની અશ્લીલતા ન હોવી જોઇએ. તેના માટે 3 વર્ષની સજાની જોગવાઈ ચાલુ રહેશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડાન્સ બાર્સમાં સીસીટીવી કૅમેરા લગાવવા ફરજિયાત નથી.

હવે ડાન્સ બારમાં શું કરી શકશો અને શું નહીં કરી શકો ?

1. ડાન્સ બારમાં ડાન્સ એરિયા અને ગ્રાહકો વચ્ચે દિવાલ નહીં હોય. સરકારે નિયમ નક્કી કર્યો હતો કે ગ્રાહક અને ડાન્સરો વચ્ચે એક 3 ફુટ ઊંચી દિવાલ બનાવવામાં આવે કે જેથી ડાન્સ તો જોઈ શકાય, પણ બાર ગર્લ સુધી પહોંચી ન શકાય.

2. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુંબઈ જેવા વિસ્તારમાં ધાર્મિક તથા શૈક્ષણિક સ્થળોએથી એક કિલોમીટરના અંતરે ડાન્સ બાર હોવાનો નિયમ તર્કસંગત નથી. હવે મુંબઈમાં વધુ ડાન્સ બાર જોવા મળી શકે છે.

3. ગ્રાહકો બાર ગર્લ્સને ટિપ આપી શકે છે, પરંતુ તેમની ઉપર રૂપિયા-પૈસા નહીં લુંટાવી શકે.

4. કોર્ટે કહ્યું કે ડાન્સર અને માલિક વચ્ચે પગાર ફિક્સ કરવો યોગ્ય નથી. આ અધિકાર સરકારનો નહીં, પણ માલિક અને ડાન્સર વચ્ચે પરસ્પર કૉંટ્રાક્ટનો મામલો છે.

5. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મુંબઈમાં ડાન્સ બાર સાંજે 6થી રાત્રે 11.30 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.

6. સુપ્રીમ કોર્ટે ડાન્સ બારમાં સીસીટીવી લગાડવાના નિયમને પણ ફગાવી દિધો.

7. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે 2005થી કોઈ નવા ડાન્સ બારને લાયસંસ નથી આપ્યો, પણ ડાન્સ બાર પર પ્રતિબંધ લગાવવો યોગ્ય નથી.

[yop_poll id=636]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article