Maharashtra: મુંબઈ ક્રિકેટ એસોસિએશન (Mumbai Cricket Association)નું મ્યુઝિયમ હવે મહારાષ્ટ્રના સૌથી વરિષ્ઠ નેતા અને NCP ના વડા શરદ પવારના(Sharad Pawar) નામે ઓળખાશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા વાનખેડે સ્ટેડિયમમાં બની રહેલા મ્યુઝિયમને શરદ પવારનું નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે એસોસિએશનની ટોચની કાઉન્સિલની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એમસીએના પ્રમુખ વિજય પાટીલે (Vijay Patil) બેઠકમાં શરદ પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાદમાં કાઉન્સિલના સભ્યોએ સર્વસંમતિથી આ પ્રસ્તાવને સમર્થન આપ્યુ હતુ. આ પછી આ મ્યુઝિયમનું નામ શરદ પવાર રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. 2001 અને 2013ની વચ્ચે શરદ પવારે MCAની કમાન સંભાળી હતી. આ દરમિયાન, તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ પણ હતા.
તમને જણાવવુ રહ્યુ કે શરદ પવારે મુંબઈ ક્રિકેટની પ્રતિષ્ઠા માત્ર રાષ્ટ્રીય જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પહોંચાડી હતી. ક્રિકેટ જગતમાં શરદ પવારનું યોગદાન નોંધપાત્ર છે. આ યોગદાનને ધ્યાનમાં રાખીને મ્યુઝિયમનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.
શરદ પવારને BCCI દ્વારા ક્રિકેટરો અને અમ્પાયરો માટે પેન્શન યોજના અને જરૂરિયાતમંદ ખેલાડીઓ માટે શિષ્યવૃત્તિ શરૂ કરવાનો શ્રેય જાય છે. શરદ પવારે વર્ષ 2001માં મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તે પછી તેઓ 2011 સુધી સતત તેના પ્રમુખ રહ્યા. એસોસિએશનના વિકાસમાં શરદ પવારના યોગદાનને ધ્યાનમાં રાખીને મુંબઈ ક્રિકેટ એસોસિએશને તેના નિયમોમાં ફેરફાર કર્યો અને શરદ પવારને 8 વર્ષથી વધુ સમય માટે પ્રમુખ તરીકે જાળવી રાખ્યા. તેમની અધ્યક્ષતા હેઠળ મુંબઈ ક્રિકેટ એસોસિએશને ICC CWC-2011 પહેલા વાનખેડે સ્ટેડિયમના (Wankhede Stadium) પુનઃવિકાસનું કામ હાથ ધર્યું હતું.
આ પણ વાંચો : સમીર વાનખેડેને રાહત: NCSCએ વાનખેડેને ગણાવ્યા અનુસુચિત જાતિના, નવાબ મલિક સામે FIR નોંધવા આદેશ