આર્યન ખાન (Aryan Khan) ડ્રગ્સ કેસમાં (Drugs Case), મુંબઈની કોર્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) SITને ચાર્જશીટ દાખલ કરવા માટે 60 દિવસનો સમય આપ્યો છે. NCBએ મુંબઈમાં ક્રૂઝ પર પાર્ટી દરમિયાન મળેલા ડ્રગ્સના કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું છે. આ કેસમાં, અગાઉ એવી માહિતી મળી હતી કે એજન્સીને આર્યન વિરુદ્ધ કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી, પરંતુ બાદમાં NCBએ સ્પષ્ટ કર્યું કે આ કેસમાં આર્યનને હજુ સુધી ક્લીનચીટ આપવામાં આવી નથી. આર્યન આ કેસમાં જામીન પર મુક્ત છે.
ડ્રગ્સ કેસમાં એનસીબીએ કોર્ટ પાસે 90 દિવસનો સમય માંગ્યો હતો, જેમાં કોર્ટે માત્ર 60 દિવસનો સમય આપ્યો છે. આર્યન ખાનની 3 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલા જહાજમાં ચાલી રહેલી પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. NCB દ્વારા તેના પર ડ્રગ્સ રાખવા, ખરીદવા અને વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટે આર્યનને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલી આપ્યો હતો. જ્યાં તેણે 26 દિવસ જેલવાસમાં ગાળ્યા હતો. બાદમાં મુંબઈ હાઈકોર્ટે તેમને કેટલીક શરતો સાથે જામીન મંજૂર કર્યા હતા.
શાહરૂખ ખાન હાલમાં તેની ફિલ્મ પઠાણમાં વ્યસ્ત છે. તે સતત તેનું શૂટિંગ કરી રહ્યો છે. શાહરૂખ ગઈ કાલે સ્પેનમાં પોતાનું શેડ્યૂલ પૂરું કરીને મુંબઈ પાછો ફર્યો હતો. આવી સ્થિતિમાં મુંબઈમાં શાહરૂખની ગેરહાજરીમાં આર્યન તેની જગ્યાએ પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં હાજરી આપી રહ્યો છે. હાલમાં જ તે પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની આઈપીએલ હરાજીમાં ખેલાડીઓ માટે બોલી લગાવતો જોવા મળ્યો હતો. તેની બોડી લેંગ્વેજ જોઈને લાગે છે કે હવે તે આ કેસ બાદ ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 4:08 pm, Thu, 31 March 22