
આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં એક મહત્વની વાત કહી હતી કે છેલ્લા બે દિવસથી મુંબઈ સહિત મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોનાના કેસમાં જે ઘટાડો થઈ રહ્યો છે. તેનાથી એ સમજવાની ભૂલ ન કરો કે કોરોનાનું સંક્રમણ (Corona cases in Mumbai) અટકી ગયું છે. તે રવિવારની રજા અથવા અન્ય કારણોસર કોરોનાના ઓછા પરીક્ષણનું પરિણામ પણ હોઈ શકે છે. બુધવારે મુંબઈનો કોરોના રિપોર્ટ આ વાત સાચી સાબિત કરે છે.
મુંબઈમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. બુધવારે 16, 420 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત થયા છે. એટલે કે મંગળવારની સરખામણીમાં કોરોનાના 5 હજાર વધુ નવા કેસ સામે આવ્યા છે અને કોરોનાના કારણે મૃત્યુઆંક પણ 5થી વધીને 7 થયો છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બુધવારે 14,649 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે નવા પોઝિટિવ કેસોની સંખ્યા સાજા થયેલા લોકોની સંખ્યા કરતા વધુ છે.
બુધવારે સાંજે 6 વાગ્યા સુધીના આંકડા મુજબ મુંબઈમાં હાલમાં રિકવરી રેટ 87 ટકા છે. અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 8,34,962 છે. શહેરમાં કુલ સક્રિય કોરોના કેસ 1,02,282 છે. કોરોના કેસ બમણા થવાનો સમયગાળો 36 દિવસનો થઈ ગયો છે. આ રીતે, 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી વચ્ચે કોવિડ વૃદ્ધિ દર 1.85 ટકા થઈ ગયો છે.
BMCએ મુંબઈના કોરોના કેસ અંગે અપડેટ્સ જાહેર કર્યા છે
#CoronavirusUpdates
12th January, 6:00pmPositive Pts. (24 hrs) – 16420
Discharged Pts. (24 hrs) – 14649Total Recovered Pts. – 8,34,962
Overall Recovery Rate – 87%
Total Active Pts. – 1,02,282
Doubling Rate – 36 Days
Growth Rate (5 Jan – 11Jan)- 1.85%#NaToCorona
— माझी Mumbai, आपली BMC (@mybmc) January 12, 2022
બુધવારે પત્રકારો સાથે વાત કરતા મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે કોરોનાના વધતા સંક્રમણથી ગભરાવાની જરૂર નથી. ભલે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ 86 ટકા દર્દીઓમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે અને તેઓ હોમ-ક્વોરેન્ટાઇન છે. માત્ર 2.8 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો સામનો કરવા માટે રસીકરણની ગતિને ઝડપી બનાવવાની જરૂર છે. ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદી દેશના 30 મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ભાગ લેશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં સીએમ ઠાકરે પીએમ મોદી પાસે રસીના વધુ ડોઝની માંગ કરવાના છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સીએમ ઉદ્ધવ ઠાકરે 50 લાખ કોવિશિલ્ડ અને 40 લાખ કોવેક્સીન તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગ કરશે.