Mumbai Corona Alert: છેલ્લા 4 દિવસમાં 338 ડોક્ટર કોરોનાથી સંક્રમિત, ગૃહપ્રધાનના સ્ટાફના 4 કર્મચારી પણ પોઝિટીવ

|

Jan 07, 2022 | 10:50 AM

મહારાષ્ટ્ર સ્ટેટ એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સના અધ્યક્ષ ડો. અવિનાશ દહિફલેએ કહ્યું કે છેલ્લા 4 દિવસમાં અલગ અલગ હોસ્પિટલના કુલ 338 રેસિડેન્ટ ડોક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.

Mumbai Corona Alert: છેલ્લા 4 દિવસમાં 338 ડોક્ટર કોરોનાથી સંક્રમિત, ગૃહપ્રધાનના સ્ટાફના 4 કર્મચારી પણ પોઝિટીવ
File Image

Follow us on

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના (Corona in Mumbai)ની સ્થિતિ ગંભીર થઈ રહી છે. ગુરૂવારે મુંબઈમાં કોરોના વાઈરસના નવા 20,000થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 4 દિવસમાં જ અલગ અલગ હોસ્પિટલના કુલ 338 રેસીડેન્ટ ડોક્ટર (Resident Doctors Corona Positive) કોરોના સંક્રમિત થયા છે. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન દિલિપ વાલસે પાટિલ (Home Minister Dilip Walse Patil)ના સ્ટાફના ચાર સભ્યો પણ કોરોના સંક્રમિત થયા છે.

મહારાષ્ટ્ર સ્ટેટ એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સના અધ્યક્ષ ડો. અવિનાશ દહિફલેએ કહ્યું કે છેલ્લા 4 દિવસમાં અલગ અલગ હોસ્પિટલના કુલ 338 રેસિડેન્ટ ડોક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને ગૃહપ્રધાન દિલિપ વાલસે પાટિલના સ્ટાફના 4 સભ્યો પણ કોરોના સંક્રમિત થયા છે. રાજ્યના ગૃહપ્રધાન કાર્યાલયે કહ્યું કે મંત્રીના આવાસ પર રહેનારા લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

મુંબઈમાં 20,000થી વધારે નવા કેસ, 4 લોકોના મોત

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં માત્ર મુંબઈમાં કોરોના વાઈરસના 20,181 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે 4 લોકોના મોત થયા છે. મુંબઈમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 79,260 પર પહોંચી છે. મુંબઈમાં પોઝિટિવીટી રેટ 29.90 ટકા નોંધવામાં આવ્યો છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

સતત વધી રહેલા કેસોની વચ્ચે કોરોના ટેસ્ટ પણ ઝડપથી કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67,000 સેમ્પલ લેવામાં આવ્યા. જેમાંથી 20,181 સેમ્પલ પોઝિટીવ આવ્યા છે. આ જાણકારી બીએમસી તરફથી આપવામાં આવી છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમણનું હોટસ્પોટ બનેલા ધારાવીમાં આજે 107 નવા કેસ નોંધાયા છે. બીએમસીએ જણાવ્યું કે આ એક દિવસમાં સૌથી વધારે કેસ છે. ધારાવીમાં કુલ કેસ 7,626 સુધી પહોંચી ગયા છે.

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 36,265 નવા કેસ નોંધાયા છે. ત્યારે 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહતની વાત એ છે કે 24 કલાકમાં 8,907 લોકોને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ પણ ઝડપથી ફેલાઈ રહ્યા છે.

આ પણ વાંચો: Corona case in India : 7 મહિના પછી માત્ર 8 દિવસમાં કોરોના કેસ 10 હજારથી વધીને 1 લાખ , PM MODI સંબોધશે રાજ્યનાં CM સાથે બેઠક

આ પણ વાંચો: PM Security Breach: શું છે પીએમ મોદીની સુરક્ષામાં થયેલા ભંગની સંપૂર્ણ આંતરિક વાર્તા, વાંચો Exclusive Report

Next Article