Maharashtra : મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં (Tata Memorial Hospital)સારવાર માટે દેશભરમાંથી કેન્સરના દર્દીઓ આવે છે. લોકોને અહીં સારી સારવાર મળી રહી છે, પરંતુ સાથે તેઓ કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. લોકો મહિનાઓ સુધી ફુટપાથ (Footpath) રહેવા મજબુર બન્યા છે, જે તેમના સ્વાસ્થ્યને અસર કરે છે. ઉપરાંત ચોમાસામાં આ દર્દીઓએ ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્વાલિયરના દર્દી જીતેન્દ્રએ (Jitendra) જણાવ્યુ કે, “લોકો અમને ખાવાનું આપે છે નહીંતર, અમારે ખાલી પેટ પર સૂવાનો વારો આવે છે.” બિહારના કેન્સરના દર્દીની તિમિદાર સુમિત્રા સાહ કટિહારએ કહ્યું કે, ” મારા પતિની સારવાર માટે અમે અત્યાર સુધી 2.5 લાખ રૂપિયા ખર્ચ્યા છે. અમે ફુટપાથ પર 4 મહિનાથી વધુ સમયથી રહીએ છીએ,જેને કારણે અમારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Mumbai | Cancer patients,who’re getting treatment at Tata Memorial Hospital,& their attendants are living on footpaths in temporary shelters outside the hospital
“People give us food to eat else I had to sleep on an empty stomach,” said a patient Jitendra from Gwalior, MP(5.09) pic.twitter.com/UnjmyCczlP
— ANI (@ANI) September 5, 2021
પિતાની સારવાર માટે પુત્રએ શિક્ષણ છોડી દીધું
તમને મુંબઈની આ ફૂટપાથ પર સેંકડો કેન્સર દર્દીઓ જોવા મળશે, જે હાલાકી ભોગવવા મજબુર બન્યા છે. બિહારની સીમા દેવી તેના પતિના કેન્સરની સારવાર માટે ચાર મહિનાથી મુંબઈમાં રહે છે. પહેલા તેમને એક શાળામાં આશરો આપવામાં આવતો હતો, પરંતુ હવે શાળા ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે, તેથી તેમને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે. પિતાની સારવારને કારણે હાલ પુત્રનો અભ્યાસ પણ છુટી ગયો છે.
ઓછા ખર્ચમાં સારવાર થતી હોવાથી લોકો મુંબઈ આવે છે
મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં (Tata Memorial Hospital)સારવાર પાછળ ઓછા પૈસા ખર્ચવાને કારણે, લોકો સારવાર માટે મુંબઈ આવતા હોય છે,પરંતુ સારવાર સાથે તેણે કેટલીક મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત હોસ્પિટલમાં કોઈપણ સમયે દર્દીઓને બોલાવવામાં આવતા હોવાથી, લોકો હોસ્પિટલની બહાર ફુટપાથ પર જ રહેવા મજબુર બન્યા છે.
આ પણ વાંચો: મારી પાસે પણ કૃષિ મંત્રાલય હતુ, પરંતુ ખેડુતોને ઉપજ ફેંકવાની નોબત નહોતી આવી : શરદ પવાર
આ પણ વાંચો: Maharashtra : અનિલ દેશમુખને લઈને લુક આઉટ નોટીસ જાહેર, હવે દેશ છોડી નહી શકે
Published On - 8:48 am, Mon, 6 September 21