Mumbai News : ગોરેગાંવ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું વર્ણન અમે સૂતા હતા અને આગ ફાટી નીકળી, PM મોદીએ 2 લાખ રુપિયાની જાહેરાત કરી

|

Oct 06, 2023 | 1:49 PM

આ સાથે સીએમ એકનાથ શિંદે (Eknath Shinde) આ મામલે તપાસ માટે હાઈ લેવલ કમિટીનું ગંઠન કર્યું છે. કોઈપણ સંજોગોમાં આ કમિટી ઘટનાની તપાસ પૂર્ણ કરીને 15 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે. તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં 8 લોકોના મોતની સાથે 51 લોકો દાઝી ગયા છે. પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

Mumbai News : ગોરેગાંવ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું વર્ણન અમે સૂતા હતા અને આગ ફાટી નીકળી,  PM મોદીએ 2 લાખ રુપિયાની જાહેરાત કરી

Follow us on

મુંબઈના ગોરેગાંવ (Goregaon) સ્થિત 6 માળની ઈમારતમાં આગ લાગવાથી 8 જીવતા બળીને ખાખ થયા છે. ઘટના એટલી ભયાનક હતી કે, અંદાજે 51 લોકો બળી ગયા છે. ઈમારતની પાર્કિંગમાં રહેલી 4 કાર અને 30 મોટલ સાઈકલ પણ બળીને ખાખ થઈ હતી. હાલમાં આગનું કારણ સામે આવ્યું નથી. મુખ્યમંત્રી (CM)એ આ અક્સ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે કહ્યું કે, અક્સ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર તેમજ ખર્ચ આપવામાં આવશે.

આ પણ વાંચો : Breaking News Mumbai : મુંબઈના ગોરેગાંવમાં સાત માળની ઈમારતમાં લાગી આગ, 7 ના મોત, જુઓ Video

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

મૃતકોના પરિવાર માટે 2 લાખ રુપિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવાર માટે 2 લાખ રુપિયા અને ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગોરેગાંવ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામલા લોકો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે તેમણે ઘટનાની તપાસ માટે એક ઉચ્ચ લેવલ કમિટી બનાવવાનો આદેશ પણ આપ્યો છે. કહ્યું કે, આ કમિટી 15 દિવસમાં તપાસ રિપોર્ટ આપશે. ત્યાર બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માતમાં દાઝી ગયેલા લોકોને ખર્ચે સારવાર આપવા જણાવ્યું છે.

 

 

આ ઘટનાની સુચના મળતા જ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ અધિકારીઓ સાથે વાત કરી.તેમણે કહ્યું કે તેઓ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરના સતત સંપર્કમાં છે.

 

 

આગનું ભયંકર સ્વરુપ ગણાવ્યું

અભિનેતા મનીષ ચતુર્વેદીએ આ મામલે આંખે જોયેલી ઘટના વર્ણવી છે. કહ્યું કે, સમગ્ર ઘટના અંદાજે 3 વાગ્યે બની હતી. તે સમયે તે એક પાર્ટી માટે ઘરે પરત જઈ રહ્યા હતા. તેમણે આ આગ જોતા આગનું ભયંકર સ્વરુપ ગણાવ્યું હતુ. તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતા તેને પોલીસને ફોન કર્યો હતો.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article