Mumbai Rain : મુંબઈમાં વરસાદનો યેલો અલર્ટ, સમુદ્રથી દૂર રહેવાની પ્રશાસનની સૂચના!

હવામાન વિભાગે આજે 30 જૂને મુંબઈ અને મુંબઈ ઉપનગરોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આને ધ્યાનમાં રાખીને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. સતત બદલાતી હવામાન સ્થિતિને કારણે શહેરમાં વરસાદ પડવાની પણ શક્યતા છે.

Mumbai Rain : મુંબઈમાં વરસાદનો યેલો અલર્ટ, સમુદ્રથી દૂર રહેવાની પ્રશાસનની સૂચના!
Mumbai Rain Yellow Alert
Image Credit source: AI Generated
| Updated on: Jun 30, 2026 | 3:20 PM

હવામાન વિભાગે આજે 30 જૂને મુંબઈ અને મુંબઈ ઉપનગરોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આને ધ્યાનમાં રાખીને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. સતત બદલાતી હવામાન સ્થિતિને કારણે શહેરમાં વરસાદ પડવાની પણ શક્યતા છે.

IMDના અનુમાન મુજબ, આજે દિવસ દરમિયાન શહેરમાં ભારે થી લઈને મધ્યમ વરસાદ વરસીની શક્યતા છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન પણ ફૂંકાવાની શક્યતા છે. સતત વરસતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ શકે છે, જેના કારણે વાહનવ્યવહાર અને દૈનિક જીવન પર અસર પડી શકે છે.

વરસાદને લઈ મુંબઈમાં યેલો અલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવાર 30 જૂને મુંબઈમાં દિવસભર આકાશ વાદળછાયું રહેશે. આ સમયગાળા દરમિયાન, કેટલાક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદની શક્યતા છે. સતત વરસાદથી જનજીવનને પણ અસર થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ રહ્યા છે. નવી મુંબઈના APMC વિસ્તારમાં વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રાહદારીઓ અને વાહનોને મુશ્કેલી પડી હતી. આના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક ગતિ ધીમી પડી ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે લોકલ ટ્રેન અને અન્ય જાહેર પરિવહન સેવાઓ હાલમાં સામાન્ય રીતે કાર્યરત છે. જોકે, ભારે વરસાદ પછી આ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.

છેલ્લા 24 કલાકમાં પડ્યો નોંધપાત્ર વરસાદ

મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, આજે 30 જૂન મંગળવારે સવારે 8 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. પૂર્વીય ઉપનગરોમાં સૌથી વધુ 40.62 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે મુંબઈ શહેરમાં 26.03 મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં 22.47 મીમી વરસાદ પડ્યો હતો.

ઊંચી લહેરો ઉઠવાની અપાઈ ચેતવણી

હવામાન વિભાગે સમુદ્રમાં ઊંચા મોજાં આવવાની પણ ચેતવણી આપી છે. બપોરે 12:35 વાગ્યે લગભગ 4.16 મીટર ઊંચો જ્વાર આવવાની શક્યતા હતી. ઉપરાંત રાત્રે 12:20 વાગ્યે 3.61 મીટર ઊંચા મોજાં ઉઠી શકે છે. પ્રશાસને માછીમારો અને સમુદ્ર કિનારે જનાર લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો, Breaking News : શિક્ષકના લાફાથી વિદ્યાર્થીના કાનનો પડદો તૂટવા મામલે હવે CCTV આવ્યા સામે! તાત્કાલિક કરાવુ પડ્યુ ઓપરેશન

Published On - 3:19 pm, Tue, 30 June 26

Follow Us