
પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને હવે સામાન્ય વ્યક્તિને તે ભાવ પરવડે તેમ નથી. રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ ગઈ હોવાથી સામાન્ય માણસ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સામાન્ય માણસને રાહત આપવા માટે એક નવી પહેલ હાથ ધરી છે.
અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ખાસ કરીને ઇંધણના વધતા ભાવ અને ખાદ્ય તેલની કિંમતોમાં વધારો સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. ભારતમાં ઇંધણના ભાવ દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. જોકે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ આજે મુંબઈવાસીઓને રાહત આપવા માટે એક પહેલ હાથ ધરી છે.
MNS પ્રમુખ રાજ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે, મુંબઈના 36 પેટ્રોલ પંપ પર ટુ-વ્હીલર માટે પ્રતિ લિટર 5 રૂપિયા સસ્તું પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. આ પહેલ વિશે માહિતી આપતાં, મનસેના નેતાઓએ જણાવ્યું કે દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવને કારણે સામાન્ય લોકો પર આર્થિક બોજ વધ્યો છે. આવી સ્થિતિમાં મુંબઈકરોને થોડી રાહત મળે અને તેમને સહાયરૂપ બની શકાય તે હેતુથી આ વિશેષ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
Mumbai, Maharashtra: The Maharashtra Navnirman Sena (MNS) announced a special petrol discount of ₹5 per litre for two-wheeler riders in the Mahim Assembly area on 14 June, on the occasion of party chief Raj Thackeray’s birthday. The offer will be available from 9 am to 9 pm at a… pic.twitter.com/DEXa7RaO0S
— IANS (@ians_india) June 14, 2026
જય શ્રૃંગારપુરેએ કહ્યું કે આજે દેશમાં જે પરિસ્થિતિ છે, તેમાં મોંઘવારી વધી છે. પેટ્રોલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. તેથી અમે અમારી રીતે લોકોને રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંદીપ દેશપાંડેએ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી કહ્યું કે કેન્દ્ર સરકાર ડરી ગઈ છે, જ્યારે અમે લોકો (મનસે) જનતા માટે મુદ્દાઓ ઉઠાવીએ છે. ડોલરનો ભાવ સતત વધી રહ્યો છે. જેની અસર પેટ્રોલના ભાવ પર પડી રહી છે.
આજે (14 જૂન) મુંબઈના 36 પેટ્રોલ પંપ પર ટુ-વ્હીલર સવારોને પ્રતિ લિટર 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ લાભ ફક્ત ટુ-વ્હીલર સવારો માટે જ છે. રાજ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે આ ખાસ પહેલ અમલમાં મૂકવામાં આવી રહી છે.