મુંબઈવાસીઓ માટે BMCએ રજૂ કર્યુ 52000 કરોડનું બજેટ, શિક્ષણ માટે 3300 કરોડથી વધુ અને પ્રદૂષણ અટકાવવા માટેની પણ યોજનાની જાહેરાત

|

Feb 04, 2023 | 5:48 PM

થોડા દિવસમાં જ BMCની ચૂંટણીની જાહેરાતની સંભાવના છે, તેથી નવો ટેક્સ લગાવવામાં આવ્યો નથી. આવકમાં વધારો કરવા માટે નવા સ્ત્રોત શોધવા અને ખર્ચ પર કાપ મુકવા પર ભાર આપવામાં આવશે. ગયા વર્ષના મુકાબલે આ વખતે બજેટમાં 6,670 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

મુંબઈવાસીઓ માટે BMCએ રજૂ કર્યુ 52000 કરોડનું બજેટ, શિક્ષણ માટે 3300 કરોડથી વધુ અને પ્રદૂષણ અટકાવવા માટેની પણ યોજનાની જાહેરાત
BMC
Image Credit source: File Image

Follow us on

એશિયાની સૌથી અમીર નગરપાલિકા BMCનું બજેટ નાણાકીય વર્ષ 2023-24 માટે આજે રજૂ કરવામાં આવ્યું. પ્રથમ વખત આ બજેટ 50 હજાર કરોડના આંકડાને પાર કરી ગયું. 52,619 કરોડનું આ ધમાકેદાર બજેટ મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસક અને કમિશનર ઈકબાલ સિંહ ચહલે રજૂ કર્યુ. તમને જણાવી દઈએ કે આટલી મોટી રકમનું બજેટ ભારતના ઘણા રાજ્યોનું પણ હોતું નથી. આ વખતે બજેટમાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે કોઈ નવો ટેક્સ લગાવવામાં આવ્યો નથી અને પ્રદૂષણને રોકવાને લઈ સૌથી વધારે ગંભીરતા જોવા મળી છે.

થોડા દિવસમાં જ BMCની ચૂંટણીની જાહેરાતની સંભાવના છે, તેથી નવો ટેક્સ લગાવવામાં આવ્યો નથી. આવકમાં વધારો કરવા માટે નવા સ્ત્રોત શોધવા અને ખર્ચ પર કાપ મુકવા પર ભાર આપવામાં આવશે. ગયા વર્ષના મુકાબલે આ વખતે બજેટમાં 6,670 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 45,949 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Breaking News: NIAને મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપતો મેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

શિક્ષણ માટે 3347 કરોડ, BESTને 1382 કરોડ

શિક્ષણ ક્ષેત્રમાં 3347 કરોડના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. સૌથી પહેલા શિક્ષણ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું. બેસ્ટ સંસ્થાને નુકસાન સામે લડવા માટે 1382 કરોડ રૂપિયા દેવા તરીકે આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે બેસ્ટ મુંબઈમાં વીજળી વિતરણ અને સાર્વજનિક પરિવહન બસો ચલાવે છે. ખાસ કરીને બસ પરિવહનમાં સતત ભારે નુકસાન થઈ રહ્યું છે.

કોસ્ટલ રોડ માટે 3545 કરોડ રૂપિયાની જોગવાઈ

કોસ્ટલ રોડનો ઘણા સમયથી ઉલ્લેખ થઈ રહ્યો છે. તેનાથી સમગ્ર મુંબઈને રસ્તાના માધ્યમથી દરિયાના કિનારે-કિનારે જોડવાની યોજના છે. તેના માટે 3545 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. BMCનું લક્ષ્ય આ નાણાકીય વર્ષમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું છે.

પાર્કિગને લઈને પણ પ્લાન

પાલિકા તરફથી પાર્કિગ એપ્લિકેશનને વિકસિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના દ્વારા પાર્કિગ સ્લોટનું પ્રી બુકિંગ, ઓનલાઈન પેમેન્ટ અને અન્ય સુવિધાઓ પર વિચાર કરવામાં આવશે. પાર્કિગ એપની મદદથી 32 સાર્વજનિક પાર્કિગ લોટ, 19 ઓનસ્ટ્રીટ પાર્કિગ સેવા મળવાની છે. તે સિવાય ગેટ વે ઓફ ઈન્ડિયાનું પણ સુશોભન કરવાની યોજના છે. પાલિકાની માલિકીવાળા સાર્વજનિક પાર્કિગની સાથે ઈલેક્ટ્રિક ગાડીઓના ચાર્જિગ સ્ટેશન તૈયાર કરવામાં આવશે. તેના માટે ખાનગી કંપનીઓની ભાગીદારી નક્કી કરવામાં આવશે.

પ્રદૂષણ અટકાવવા માટે 1500 કરોડની યોજના

પ્રથમ વખત પ્રદૂષણ રોકવા માટે BMC તરફથી 1500 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. વધારેમાં વધારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. બેસ્ટ તરફથી વધુ 3 હજાર ઈલેક્ટ્રિક બસો ખરીદવામાં આવશે. પાલિકાની જૂની ડિઝલ અને પેટ્રોલથી ચાલતી ગાડીઓને સીએનજીમાં કન્વર્ટ કરવામાં આવશે. વેસ્ટ મેનેજમેન્ટનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડવાની યોજના છે. આ સિવાય 1 લાખ વૃક્ષ લગાવવામાં આવશે. રસ્તાની બંને બાજુ વૃક્ષો લગાવવામાં આવશે.

આ સિવાય ગોરેગાંવ-મુલુંડને જોડનારા રસ્તા માટે 1060 કરોડ, રસ્તા સુધારવા માટે 2825.6 કરોડ, પુલો માટે 2100 કરોડ, પીવાના યોગ્ય પાણી માટે 2570 કરોડ, મેડિકલ એજ્યુકેશન અને સાર્વજનિક સ્વાસ્થ્ય માટે 1680.19 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય મહિલાઓ અને દિવ્યાંગ લોકોનું પણ બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે અને સંબંધિત સામાજિક યોજનાઓ માટે બજેટમાં રકમ વધારવામાં આવી છે.

Next Article