Mumbai ATS એ સુરેશ પૂજારી સામે નોંધ્યો નવો કેસ, છોટા રાજનનો ગેંગસ્ટર 15 ડિસેમ્બરે આવ્યો હતો ભારત

Mumbia ATS એ પણ તપાસ કરી રહી છે કે શું સુરેશ પૂજારીએ વેપારી પાસેથી વસૂલેલી રકમ કોઈ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિમાં ખર્ચી તો નથી?

Mumbai ATS એ સુરેશ પૂજારી સામે નોંધ્યો નવો કેસ, છોટા રાજનનો ગેંગસ્ટર 15 ડિસેમ્બરે આવ્યો હતો ભારત
Gangster Suresh Pujari (File Photo)
| Edited By: | Updated on: Jan 03, 2022 | 7:52 PM

સુરેશ પૂજારી (Suresh Pujari) મુંબઈના અંડરવર્લ્ડ ડોન છોટા રાજન અને રવિ પૂજારી (Mumbai underworld don Chhota Rajan and Ravi Pujari) નો સૌથી નજીકનો ગેંગસ્ટર છે. ગયા વર્ષે 15 ડિસેમ્બરે ફિલિપાઈન્સ (Philippines) થી તેની ધરપકડ (Arrested) કરીને ભારત લાવવામાં આવ્યો હતો. પૂજારી હાલ 11 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં છે. મુંબઈ ATS એ પણ તપાસ કરી રહી છે કે સુરેશ પૂજારીએ વેપારી પાસેથી વસૂલ કરાયેલા નાણાંનો આતંકવાદી પ્રવૃત્તિ (terrorist activities) માં ઉપયોગ કર્યો છે કે કેમ?

મુંબઈ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (Mumbai Anti Terrorist Squad) એ ગેંગસ્ટર સુરેશ પૂજારી વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. વેપારીની ફરિયાદના આધારે આ ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ એજન્સી એ પણ તપાસ કરી રહી છે કે ખંડણી કેસમાં આતંકવાદ સંબંધિત કોઈ એંગલ તો નથી.

એક ન્યૂઝ એજન્સીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વેપારી પાસેથી વસૂલાતના આ કેસમાં એટીએસ સુરેશ પૂજારીની આતંકવાદીઓ સાથેના સંબંધોના એંગલથી પણ તપાસ કરી રહી છે. સુરેશ પૂજારી મુંબઈના અંડરવર્લ્ડ ડોન છોટા રાજન અને રવિ પૂજારીનો સૌથી નજીકનો ગેંગસ્ટર છે. ગયા વર્ષે 15 ડિસેમ્બરે ફિલિપાઈન્સથી તેની ધરપકડ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. પૂજારી હાલમાં 11 જાન્યુઆરી 2022 સુધી પોલીસ કસ્ટડીમાં છે. મુંબઈ એટીએસ એ પણ તપાસ કરી રહી છે કે શું સુરેશ પૂજારીએ વેપારી પાસેથી વસૂલેલી રકમ કોઈ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિમાં ખર્ચી તો નથી?

સુરેશ પૂજારી 11 જાન્યુઆરી 2022 સુધી પોલીસ કસ્ટડીમાં
મુંબઈના એક વેપારીએ ATSના સીનિયર અધિકારીનો સંપર્ક કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે ઓક્ટોબર 2021માં સુરેશ પૂજારીએ તેમને બોલાવ્યા હતા અને 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. સુરેશ પૂજારીની ધરપકડ કરી અને મુંબઈ ATSના વિક્રોલી યુનિટ (Vikroli unit of Mumbai ATS) દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને વધુ તપાસ માટે 11 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈન્ટેલિજન્સ બ્યુરો અને CBI એ તેને 15 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પોતાની કસ્ટડીમાં લઈ લીધો હતો. આ પછી મુંબઈ એટીએસ સહિત અનેક તપાસ એજન્સીઓએ પૂછપરછ કરી અને ખંડણી વસૂલવાના આરોપની તપાસ કરી. આ પછી તેને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો હતો. 2017 અને 2018માં મુંબઈ અને થાણે પોલીસે (Thane Police) સુરેશ પૂજારી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી હતી. આખરે ફિલિપાઈન્સમાં તેની ધરપકડ કરવામાં આવી. ગેંગસ્ટર સુરેશ પૂજારી મુંબઈ અને કર્ણાટક (Karnataka)માં ખંડણી (Ransome)નો ધંધો કરતો હતો.

આ પણ વાંચો: Sameer Wankhede Transferred: સમીર વાનખેડેનું થયું ટ્રાન્સફર, મુંબઈ NCBના ઝોનલ ડિરેક્ટરથી હવે આ વિભાગમાં ગયા

આ પણ વાંચો: શોકિંગ CCTV: જીવનથી કંટાળી આ વ્યક્તિ રેલ્વે ટ્રેક પર સૂઈ ગયો, પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો !