મુંબઈ: માહિમ બીચ પર હોળી રમી રહેલા 5 યુવક દરિયામાં ડુબ્યા, 1નું મોત, 1 યુવકની શોધખોળ ચાલુ

|

Mar 26, 2024 | 7:01 AM

હાલમાં ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ હાજર છે. મોડી સાંજ સુધી ડુબી ગયેલા યુવકની જાણકારી મળી શકી નથી. ઘટનાથી પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. ઘટનાસ્થળ પર લોકોની ભીડ જમા થવા લાગી છે. પોલીસે મૃતકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે.

મુંબઈ: માહિમ બીચ પર હોળી રમી રહેલા 5 યુવક દરિયામાં ડુબ્યા, 1નું મોત, 1 યુવકની શોધખોળ ચાલુ

Follow us on

મુંબઈમાં હોળીના દિવસે એક દુર્ઘટના થઈ છે. માહિમ બીચ પર હોળી રમી રહેલા 5 યુવક અરબ સાગરમાં ડુબી ગયા. રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચીને 4 યુવકને બહાર કાઢ્યા છે. તેમાંથી 1નું મોત થયું છે. જ્યારે એક અન્ય ગંભીર રીતે ઘાયલ છે, તેને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક યુવક હજુ પણ ગુમ છે, જેની શોધખોળ ચાલી રહી છે.

હાલમાં ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ હાજર છે. મોડી સાંજ સુધી ડુબી ગયેલા યુવકની જાણકારી મળી શકી નથી. ઘટનાથી પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. ઘટનાસ્થળ પર લોકોની ભીડ જમા થવા લાગી છે. પોલીસે મૃતકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે.

હોળી રમતા બની દુર્ઘટના

સોમવારની સવારે હોળીનો તહેવાર ખુબ ઉત્સાહની સાથે મનાવવામાં આવી રહ્યો હતો. લોકોએ ખુબ જ મસ્તી સાથે તહેવારની મજા લીધી. આ દરમિયાન હોળી રમવા માટે લોકોના ટોળા દરિયાકિનારે પણ નજર આવ્યા. મુંબઈના માહિમ દરિયાકિનારા પર પણ લોકો હોળી રમી રહ્યા હતા. કેટલાક છોકરાઓનું ટોળુ પણ બીચ પર હોળી ઉજવી રહ્યું હતું. તમામ લોકો એકબીજાને રંગ અને ગુલાલ લગાવી રહ્યા હતા. હોળી રમતા સમયે અચાનક 5 છોકરા દરિયાના પાણીમાં ડુબવા લાગ્યા.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ

એક યુવક છે ગુમ

છોકરાઓને ડુબતા જોઈ ઘટનાસ્થળ પર લોકો બુમો પાડવા લાગ્યા. સ્થળ પર હાજર તરવૈયા ડૂબેલા છોકરાઓને બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા. ઘણા પ્રયત્નો બાદ 4 છોકરાઓને દરિયાની બહાર કાઢવામાં આવ્યા. તેમાં એક યુવકનું સ્થળ પર જ મોત થયું. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને ફાયરબ્રિગેડ પણ ત્યાં પહોંચ્યું. તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તેમાં એક યુવકની હાલત ગંભીર છે. 2 યુવક જોખમની બહાર આવ્યા હોવાની જાણકારી મળી છે. દરિયામાં ડુબેલા એક યુવકની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. રેસ્ક્યુ ટીમ તેની શોધખોળમાં લાગી છે.

Next Article