Maharashtra Board Practical Date 2022 : મહારાષ્ટ્ર બોર્ડની 10મી-12મી પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર !

|

Jan 21, 2022 | 6:33 PM

Maharashtra Board Exam 2022: મહારાષ્ટ્ર બોર્ડે ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા 2022ની તારીખો જાહેર કરી છે. મહારાષ્ટ્ર HSC અને SSCની પ્રેક્ટિકલ પરીક્ષા 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. જુઓ પુરુ ટાઈમ ટેબલ.

Maharashtra Board Practical Date 2022 : મહારાષ્ટ્ર બોર્ડની 10મી-12મી પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર !
Maharashtra Board Exam 2022 10th and 12th Practical Exam Dates Declared (File Photo)

Follow us on

Maharashtra Board Practical Exam 2022 Schedule: મહારાષ્ટ્ર બોર્ડના 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે મહત્વની સૂચના છે. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) એ મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષા 2022 (Maharashtra Board Exam 2022) માટે પ્રાયોગિક પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર, મહારાષ્ટ્ર બોર્ડની 10મી એટલે કે SSCની પ્રેક્ટિકલ પરીક્ષા 25 ફેબ્રુઆરી 2022થી શરૂ થશે. જ્યારે મહારાષ્ટ્ર બોર્ડ 12મી એટલે કે HSCની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 14 ફેબ્રુઆરી 2022થી લેવામાં આવશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પ્રેક્ટિકલની સાથે સાથે મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષા 2022ના ટાઈમ ટેબલ વિશે સંપૂર્ણ માહિતી આગળ આપવામાં આવી રહી છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષા 25 ફેબ્રુઆરી 2022 થી 14 માર્ચ 2022 દરમિયાન લેવામાં આવશે. જ્યારે, મહારાષ્ટ્ર બોર્ડ ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 14 ફેબ્રુઆરી 2022થી શરૂ થશે અને 03 માર્ચ 2022 સુધી ચાલશે. જણાવી દઈએ કે આ ટાઈમ ટેબલની સત્તાવાર જાહેરાત હજુ સુધી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર કરવામાં આવી નથી. નવીનતમ અપડેટ્સ માટે, તમે MSBSHSE ની સત્તાવાર વેબસાઇટ mahahsscboard.in ની મુલાકાત લેતા રહો.

મહારાષ્ટ્ર બોર્ડ પરીક્ષા 2022 ટાઈમ ટેબલ

મહારાષ્ટ્ર બોર્ડે એસએસસી અને એચએસસી પરીક્ષા 2022 માટે થિયરી પરીક્ષાઓનું ટાઈમ ટેબલ પણ બહાર પાડ્યું છે. શેડ્યૂલ મુજબ, 10મી થિયરી પરીક્ષા 15 માર્ચથી 04 એપ્રિલ, 2022 સુધી શરૂ થશે. મહારાષ્ટ્ર બોર્ડ HSC થીયરી પરીક્ષાઓ 04 માર્ચથી 30 એપ્રિલ 2022 દરમિયાન લેવામાં આવશે. વધુ માહિતી માટે તમે મહારાષ્ટ્ર બોર્ડની વેબસાઈટ mahahsscboard.in પર જઈ શકો છો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

35 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અહેવાલો અનુસાર, 10મા અને 12મા ધોરણના લગભગ 35 લાખ વિદ્યાર્થીઓ મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષા 2022માં ભાગ લેશે. પરીક્ષા માત્ર ઓફલાઈન મોડમાં જ લેવામાં આવશે. બોર્ડે ખાતરી આપી છે કે કોરોના વાયરસથી રક્ષણ માટે તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

24 જાન્યુઆરીથી ખુલી રહી છે શાળાઓ

કોવિડ-19ની ત્રીજી લહેર વચ્ચે મહારાષ્ટ્રમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે શિક્ષણ વિભાગના પ્રસ્તાવ પર મહારાષ્ટ્ર સરકારે શાળા ખોલવાની મંજૂરી આપી દીધી છે. રાજ્યના વિસ્તારો જ્યાં કોરોનાવાયરસ સંક્રમણના કેસ ઓછા છે, ત્યાં સોમવાર, 24 જાન્યુઆરી 2022 થી શાળાઓ ખોલવામાં આવશે. ધોરણ 1 થી લઈને 12 સુધી અને પ્રી- પ્રાઈમરી માટે પણ ઓફલાઈન વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો :  Maharashtra Corona Update: કોરોના સંક્રમણના 46,197 નવા કેસો વચ્ચે 52 હજારથી વધુ દર્દીઓ થયા સાજા, મુંબઈમા પણ ઘટી રહી છે રફ્તાર

Next Article