દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઘણી વાર ધમકી ભર્યા ફોન આવતા હોય છે. મહારાષ્ટ્રના મુંબઈમા BKCમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી આ ઘટનામાં ફોન કરનારા શખ્સની અટકાયત કરવામાં આવી છે આ ઘટનામાં મુંબઈ પોલીસે વિક્રમસિંહ ઝાલા નામના ટેમ્પો ચાલકની મોરબીથી અટકાયત કરી છે. વિક્રમસિંહ મૂળ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાનો રહેવાસી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. હાલમાં મુંબઇમાં વિક્રમસિંહની પૂછપરછ ચાલું છે કે તેણે આ પ્રકારનું કૃત્ય શા માટે કર્યું.
મંગળવારે સાંજે 4.30 વાગ્યે એક વ્યક્તિએ સ્કૂલના લેન્ડલાઈન ફોન નંબર પર ફોન કર્યો હતો અને કહ્યું કે મેં તમારી સ્કૂલમાં ટાઈમ બોમ્બ લગાવ્યો છે. આટલું કહીને ફોન કરનારે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. અંબાણી પરિવારને વારંવાર ધમકીઓ મળતી રહે છે. તેને ધ્યાનમાં રાખીને આ ફોન અંગેની માહિતી સ્કૂલે સૌથી પહેલા BKC પોલીસને જાણ કરી હતી. આ અંગે BKC પોલીસને જાણ કરી હતી. શાળાની ફરિયાદના આધારે, BKC પોલીસે અજાણ્યા કોલર વિરુદ્ધ IPCની કલમ 505(1)(B) અને 506 હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ધમકી ભર્યો ફોન કરનારે કહ્યું હતું કે જો ‘હું આવું કરીશ તો પોલીસ મને પકડી લેશે, જેલમાં ધકેલી દેશે, જેના કારણે તેનું નામ સોશિયલ મીડિયા પર વાયરલ થશે જેના કારણે તેને મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ પૂછશે’. ધમકી ભર્યો ફોન કરનારે દાવો કર્યો હતો કે તે ગુજરાતમાં છે.
આ અગાઉ પણ મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અંગેના ઓછામાં ઓછા ચારથી પાંચ કોલ આવ્યા હોવાનું જાણવા મળે છે. મુંબઈ પોલીસ તપાસ કરશે તેમ જાણવા મળે છે. આ મામલે અંબાણી પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવશે તેવા અહેવાલ છે. તેઓ ડી. બી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે તેવું જાણવા મળે છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી રિલાયન્સ હોસ્પિટલના લેન્ડલાઈન પરથી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. પ્રાથમિક અનુમાન છે કે ધમકીભર્યો ફોન કોલ કરનાર વ્યક્તિ માનસિક રીતે બિમાર હોઈ શકે છે.