IIT બોમ્બે હોસ્ટેલમાં MMS કાંડ! વોશરૂમની બારીમાંથી કેન્ટીન કર્મચારીએ બનાવ્યો વીડિયો

|

Sep 20, 2022 | 6:41 PM

આઈઆઈટી બોમ્બેના (IIT Bombay) પ્રવક્તાએ કહ્યું કે અમે અમારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે અમે સુરક્ષા વધારવા માટે અન્ય કયા પગલાં લઈ શકીએ. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

IIT બોમ્બે હોસ્ટેલમાં MMS કાંડ! વોશરૂમની બારીમાંથી કેન્ટીન કર્મચારીએ બનાવ્યો વીડિયો
IIT Bombay

Follow us on

ચંદીગઢ યુનિવર્સિટીમાં અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો હજુ ઉકેલાયો નથી કે મુંબઈ (Mumbai) સ્થિત પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી બોમ્બે) માં આવી જ એક ઘટનાએ હોબાળો મચાવી દીધો છે. અહીં કેન્ટીનના એક કર્મચારી પર હોસ્ટેલના વિદ્યાર્થીનીનો વોશરૂમની બારીમાંથી આપત્તિજનક વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રવિવારે આઈઆઈટી બોમ્બેની (IIT Bombay) એક વિદ્યાર્થીનીએ પવઈ પોલીસને ફરિયાદ કરી હતી કે એક કેન્ટીન કર્મચારીએ હોસ્ટેલ 10 (H10) ના વોશરૂમમાં નહાતી વખતે તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. પોલીસે કેસ નોંધીને આરોપી કર્મચારીની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે તેઓ વિદ્યાર્થીનીઓના આરોપોની તપાસ કરી રહ્યા છે કે આરોપીઓએ તેમનો વીડિયો બનાવ્યો હતો.

બાથરૂમમાં ઝાંખતા જોઈ વિદ્યાર્થીનીએ પાડી બૂમો

એવું જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી કેન્ટીન કર્મચારીને બારીની જાળીમાંથી વોશરૂમમાં ઝાંખતા જોયા બાદ એક વિદ્યાર્થીનીએ બૂમો પાડી હતી. રવિવારે કેન્ટીન બંધ હતી, પરંતુ તે દરમિયાન કાર્યકર્તા હોસ્ટેલના પરિસરમાં હતા. આઈઆઈટી બોમ્બેના પ્રવક્તાએ કહ્યું કે કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યું કે સંસ્થાને જાણ નથી કે આરોપી પાસેથી જપ્ત કરાયેલા ફોનમાં કોઈ ફૂટેજ છે.

પોલીસે આરોપીની કરી ધરપકડ

એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તેમની પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે તેમાં કોઈ રેકોર્ડિંગ સામેલ નથી. હાલમાં આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આગળની વધુ પૂછપરછ ચાલુ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

વોશરૂમની ડિઝાઈનમાં ફેરફારની માંગ

વિદ્યાર્થીઓએ કેમ્પસમાં સુરક્ષાના પગલાં વધારવા અને ખાસ કરીને શૌચાલયની ડિઝાઈનમાં ફેરફારની માંગ કરી છે, જેથી કરીને સુનિશ્ચિત કરી શકાય કે આવી ઘટનાઓ ફરી ન બને, ભલે સંસ્થાએ કેન્ટીન બંધ કરી દીધી છે. કેન્ટીન ત્યારે જ ખુલશે જ્યારે અહીં સ્ટાફમાં માત્ર મહિલાઓ જ રાખવામાં આવશે. આઈઆઈટી બોમ્બેના પ્રવક્તાએ કહ્યું કે અમે અમારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે અમે સુરક્ષા વધારવા માટે અન્ય કયા પગલાં લઈ શકીએ.

ચંદીગઢ વિશ્વવિદ્યાલયમાં બન્યો વીડિયો

તમને જણાવી દઈએ કે મોહાલીની ચંદીગઢ વિશ્વવિદ્યાલય પરિસરમાં પણ આવી ઘટના સામે આવી હતી કે હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ તેના કેટલાય સાથીઓનો આપત્તિજનક વીડિયો રેકોર્ડ કર્યો હતો અને તેને હિમાચલ પ્રદેશના એક મિત્રને મોકલ્યો હતો. હાલમાં વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. આ મહિનાના પહેલા અઠવાડિયામાં આઈઆઈટી મદ્રાસની હોસ્ટેલમાં એક કેન્ટીન કર્મચારીની એક મહિલા વિદ્યાર્થી પર હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Next Article