Mumbai Local Train : લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર, આ લાઇન પર રહેશે આજે મેગા બ્લોક

|

Feb 20, 2022 | 1:48 PM

રેલવે ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ વાયરોના સમારકામ અને જાળવણી માટે દર રવિવારે મેગાબ્લોક રાખવામાં આવે છે.

Mumbai Local Train : લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર, આ લાઇન પર રહેશે આજે મેગા બ્લોક
Mega block on harbor line (File Photo)

Follow us on

Mumbai Local Train:  મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) મુસાફરી કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. આજે (20 ફેબ્રુઆરી, રવિવાર) મુંબઈમાં હાર્બર લાઇન(Harbor Line)  પર મેગા બ્લોક છે. સેન્ટ્રલ રેલવે (Central Railway) દ્વારા આ મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. પરંતુ સેન્ટ્રલ રેલ્વેની મેઈન લાઈનમાં કોઈ મેગા બ્લોક રહેશે નહીં. પશ્ચિમ રેલવેએ પણ રવિવારે સવારે 4.30 વાગ્યા સુધીમાં મેગાબ્લોકની કામગીરી પૂર્ણ કરી હતી. જેથી પશ્ચિમ રેલવે લાઇનમાં મુસાફરી કરનારાઓને પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. પરંતુ રવિવાર હોવાના કારણે ટ્રેક પર દોડતી લોકલ ફેરીઓની સંખ્યા ઓછી રહેશે.

ઉલ્લેખનીય છે કે, રેલવે ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ વાયરોના સમારકામ અને જાળવણી માટે દર રવિવારે મેગાબ્લોક રાખવામાં આવે છે. મેગાબ્લોકના કારણે લોકલ ટ્રેનો મોડી દોડે છે જેને કારણે મુસાફરોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કયા સ્ટેશનો સુધી મેગા બ્લોક રહેશે ?

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ચુના ભટ્ટી/બાંદ્રા હાર્બર લાઇન સુધી સવારે 11.40 થી સાંજે 4.40 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. તેમજ ચુનાભટ્ટી/બાંદ્રા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અપ રોડ પરની લોકલ મેગાબ્લોકના કામને કારણે સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી બંધ રહેશે. સાથે જ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને વડાલા રોડથી વાશી/બેલાપુર/પનવેલ સુધીની ડાઉન હાર્બર લાઇનની સેવા સવારે 11.16 થી સાંજે 4.47 વાગ્યા સુધી અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સવારે 10.48 થી સાંજે 4.43 વાગ્યા સુધી બાંદ્રા/ગોરેગાંવ સુધી બંધ રહેશે.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

 

પનવેલ/બેલાપુર/વાશીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે ઉપડતી હાર્બર લાઇન પરની લોકલ સેવા સવારે 9.53 થી બપોરે 3.20 વાગ્યા સુધી બંધ રહેશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી અપ હાર્બર લાઇન પરની સેવા ગોરેગાંવ/બાંદ્રાથી સવારે 10.45 થી સાંજના 5.13 સુધી બંધ રહેશે.

મેગા બ્લોક દરમિયાન સ્પેશિયલ ટ્રેનો દોડશે

આ મેગા બ્લોક દરમિયાન કુર્લાના પ્લેટફોર્મ નંબર આઠથી પનવેલ સુધી સ્પેશિયલ લોકલ ટ્રેનો દોડશે. આ સિવાય મેગા બ્લોક દરમિયાન હાર્બર લાઇનથી મુસાફરી કરનારાઓને મધ્ય રેલવેની મેઇન લાઇન અને પશ્ચિમ રેલવે લાઇન પર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. મધ્ય રેલવેએ હાર્બર લાઇન માટે મેગા બ્લોક મૂકવાને કારણે મુસાફરોને પડતી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.

 

આ પણ વાંચો : મહારાષ્ટ્રઃ થાણે બાદ હવે પાલઘરમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી, છતા અધિકારીઓનો ‘સબ સલામત’નો દાવો

Next Article