દંડથી બચવા ટ્રાફિક રખેવાળને જ 800 મીટર સુધી કાર સાથે ઢસડ્યો, ચોંકાવનારો વિડીયો આવ્યો સામે

|

Oct 17, 2021 | 7:13 PM

મહારાષ્ટ્રના પૂણેમાં કાર ચાલકે 800 મીટર સુધી ટ્રાફિક પોલીસને કાર પર ઢસેડ્યો. ટ્રાફિક સીગ્નલ પર પોલીસે કાર ચાલકને થોભવા કહ્યું. પરંતુ કાર ચાલકે કારને થોભાવવાના બદલે કારને દોડાવી મુકી.

મહારાષ્ટ્રના (Maharashtra) પુણેથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેનો વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક કાર ટ્રાફિક પોલીસકર્મીને (Traffic Policeman) તેની કાર સાથે 800 મીટર સુધી ઢસડીને લઈ જાય છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ (Viral Video) થઈ છે. બાદમાં તેના પર કાર્યવાહી પણ કરવામાં આવી છે.

માહિતી અનુસાર આ ઘટના મહારાષ્ટ્રના પૂણેમાં બની છે. જ્યાં કાર ચાલકે 800 મીટર સુધી ટ્રાફિક પોલીસને કાર (Car drags Pune traffic policeman) પર ઢસેડ્યો. ટ્રાફિક સીગ્નલ પર પોલીસે કાર ચાલકને થોભવા કહ્યું હતું. પરંતુ કાર ચાલકે કારને થોભાવવાના બદલે કારને દોડાવી મુકી. ત્યારે ટ્રાફિક પોલીસે કારના બોનેટ પર લટકાઈને કાર થોભાવવાની કોશિષ કરી. પરંતુ ચાલકે કાર થોભાવ્યા વગર પોલીસને 800 મીટર સુધી ઢસેડ્યો હતો.

ત્યારે અહેવાલ અનુસાર ટ્રાફિક પોલીસકર્મીએ કારચાલકને ‘ટ્રાફિક ઉલ્લંઘન’ ના આરોપમાં 400 રૂપિયાનો દંડ ભરવા માટે રોક્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તે વ્યક્તિએ પોલીસકર્મીને કથિત રીતે માર પણ માર્યો હતો. વ્યક્તિની ઓળખ પ્રશાંત શ્રીધર કંતાવર તરીકે થઈ છે, જે હડપસરના મોહમ્મદવાડીનો રહેવાસી છે. આ કેસમાં પુણે પોલીસના ટ્રાફિક વિભાગના શેષરાવ જયભયે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર દંડ ભરવાનું કહેતા કારચાલકે ટ્રાફિક પોલીસને માર માર્યો. બાદમાં તે કારના બોનેટ પર પડ્યો અને કારચાલકે આ સ્થિતિમાં 700-800 મીટર સુધી કાર ચલાવે રાખી. તો આ કેસમાં ડ્રાઈવરની ધરપકડ પણ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: મહેંદી પ્રસંગમાં ડાન્સ કરતા મિત્રો વચ્ચે એવું તો શું થયું કે થઈ ગઈ એક હત્યા, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: Video : સાંસદ સાધ્વી પ્રજ્ઞાનો કબડ્ડી વીડિયો થયો વાયરલ, ગુસ્સે થયેલા સાંસદે વીડિયો ઉતારનારને આપ્યો શ્રાપ !

Next Video