મુંબઈ એરપોર્ટ (Mumbai airport) પર સોમવારે મોટી દુર્ઘટના ટળી હતી. અહીં મુસાફરોથી ભરેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને (Air India flight) ટોઈંગ કરતા વાહનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં એરપોર્ટના રનવે (Runway) પર આગ ફાટી નીકળી હતી. આ ઘટના 10મી જાન્યુઆરીએ સવારના 11 વાગ્યાની આસપાસ બની હતી. આગના કારણે એરપોર્ટ અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, એરપોર્ટ ફાયર બ્રિગેડ દ્વારા સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગ: મુંબઈ એરપોર્ટ પર 11 વાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. વાસ્તવમાં મુસાફરોથી ભરેલા પ્લેનને ટોઈંગ કરનાર ટ્રેક્ટરમાં આગ લાગી હતી. આગની ઘટના બાદ એરપોર્ટ અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તાજેતરની માહિતી મુજબ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે.
A pushback tug caught fire at #Mumbai airport earlier today; fire under control now. Airport operations normal.#TV9News #Maharashtra pic.twitter.com/pdSEEh1jbj
— tv9gujarati (@tv9gujarati) January 10, 2022
મુંબઈમાં આગની આવી જ એક ઘટના આજે સવારે, ભાયખલા વિસ્તારમાં બની હતી. મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના ભાયખલા વિસ્તારમાં (Bhaykhala Area) આવેલા લાકડાના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આગના(Mumbai Fire) કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની(Fire Brigade) 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર તૈયાર રાખવામાં આવી હતી. જો કે હજુ સુધી આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 3:44 pm, Mon, 10 January 22