મહારાષ્ટ્રના (Maharashtra) લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલાઓ માટે વિનામુલ્યે બસ (Free Bus Service) સેવા શરૂ કરી છે. સ્થાનિક અધિકારીઓએ આ બાબતે દાવો કર્યો છે કે દેશમાં આ પ્રકારની આ પ્રથમ બસ સેવા છે. શુક્રવારે રાત્રે શિવાજી ચોક ખાતે મહારાષ્ટ્રના મંત્રી અમિત દેશમુખ દ્વારા વિનામુલ્યે બસ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મંત્રી દેશમુખે કહ્યું કે બસમાં મફત મુસાફરી માટે મહિલાઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. અમિત દેશમુખે કહ્યું કે બસોમાં મહિલા કંડક્ટર હશે અને યોજના સાથે જોડાયેલા કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન થશે.
તેમણે કહ્યું કે સરકારની આ યોજના લાતુરમાં આવતા હજારો વિદ્યાર્થીઓને પણ મદદ કરશે. આ સાથે મંત્રી અમિત દેશમુખે એલએમસીની પરિવહન સમિતિને પ્રદૂષણનો સામનો કરવા માટે ઇકો-ફ્રેન્ડલી ઇંધણ અને વીજળી પર બસો ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. મહિલાઓ માટે ફ્રી બસ સેવાના ઉદ્ઘાટન સમારોહમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા અમન મિત્તલ અને મેયર વિક્રાંત ગોજામુંડે પણ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે વર્ષ 2021માં લાતુર મ્યુનિસિપલ બોડીએ મહિલાઓ અને છોકરીઓ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત કરી હતી.
આ અંગે નાગરિક વહીવટીતંત્ર દ્વારા મેયર વિક્રાંત ગોજામુંડેની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ફ્રી બસ સેવા અંગે નિર્ણય લેવાયો હતો. હવે લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરવામાં આવી છે. મહિલાઓ હવે સ્માર્ટ કાર્ડ દ્વારા મફતમાં મુસાફરી કરી શકશે. આ સેવાનું આજે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. લાતુરમાં હવે હજારો મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ મફત બસ સેવાનો લાભ લઈ શકશે.
હવે લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરવામાં આવી છે. મહિલાઓ હવે સ્માર્ટ કાર્ડ દ્વારા મફતમાં મુસાફરી કરી શકશે. લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલાઓના હિતમાં આ મોટો નિર્ણય લીધો છે. હવે મહાનગરપાલિકાની આ અદ્ભુત સેવાનો લાભ મહિલાઓ લઇ શકશે. પ્રવાસ માટે તેમને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. લાતુરમાં અભ્યાસ કરતી હજારો વિદ્યાર્થીનીઓને આ સેવાનો સૌથી વધુ ફાયદો થશે.
આ પણ વાંચો : Maharashtra Heat Wave: મુંબઈમાં ગરમીનો પ્રકોપ યથાવત, મહારાષ્ટ્રના વિદર્ભ-મરાઠવાડામાં તાપમાન 40ને પાર