Mumbai News : ગુનેગારોનો બાયોમેટ્રિક ડેટાબેઝ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે મહારાષ્ટ્ર , જાણો કેવી રીતે પોલીસને મદદ મળશે

|

Mar 31, 2022 | 11:42 AM

દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે નવેમ્બર 2016 માં પ્રોજેક્ટ માટે વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં એપ્રિલ 2017 માં પ્રોજેક્ટનો મુસદ્દો તૈયાર કરવા માટે રાજ્ય-સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી.

Mumbai News : ગુનેગારોનો બાયોમેટ્રિક ડેટાબેઝ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે મહારાષ્ટ્ર , જાણો કેવી રીતે પોલીસને મદદ મળશે
CM Uddhav Thackeray (File Photo)

Follow us on

મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray)શનિવારે ગુનાના રેકોર્ડ ધરાવતા 6.5 લાખ લોકોના ડેટાબેઝ સાથે પોલીસ તપાસમાં મદદ કરવા માટે ડિજિટલ ફિંગરપ્રિન્ટ (Digital Finger Print) અને આઇરિસ સ્કેનિંગ સિસ્ટમ શરૂ કરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે આ સિસ્ટમને ઓટોમેટિક મલ્ટિમોડલ બાયોમેટ્રિક (Biomatric)આઇડેન્ટિફિકેશન સિસ્ટમ કહેવામાં આવે છે. આ એક અલગ પ્રકારનું ડેટા ડિજિટાઇઝેશન છે. વધુમાં કહ્યુ કે, અમારી પાસે અંદાજિત 6.5 લાખ અન્ડરટ્રાયલ અને દોષિતો વિશે ચોક્કસ ડેટા છે.

બ્યુરો ઓફ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ (Bureau of finger print expert) દ્વારા સમગ્ર માહિતીને માન્ય કરવામાં આવી છે. આ કાયદા અમલીકરણ એજન્સીઓને વધુ ઝડપે ગુનેગારોને શોધી કાઢવામાં મદદ કરશે.

વહીવટી અધિકારીએ કહ્યું કે, AMBIS પ્રોજેક્ટ માટે 53.6 કરોડનો પ્રસ્તાવ પાંચ વર્ષ પહેલા મંજૂર કરવામાં આવ્યો હતો. અમે અન્ડરટ્રાયલ અને દોષિતોના ફિંગરપ્રિન્ટ્સ, હથેળીની છાપ, ચહેરાના અને બાયોમેટ્રિક ડેટા આ સિસ્ટમમાં સામેલ કર્યા છે. પરિણામે કાયદા અમલીકરણ એજન્સીઓ માટે ગુનાની શંકાસ્પદ વ્યક્તિના ઇતિહાસને ઝડપથી શોધી કાઢવાનું શક્ય બનશે. આ ડેટા રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનો તેમજ અન્ય એજન્સીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.તમને જણાવી દઈએ કે, સિસ્ટમ બનાવવાનુ કામ ખાનગી પેઢીને સોંપવામાં આવ્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસે મંજૂરી આપી હતી

દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે નવેમ્બર 2016 માં પ્રોજેક્ટ માટે વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં એપ્રિલ 2017 માં પ્રોજેક્ટનો મુસદ્દો તૈયાર કરવા માટે રાજ્ય-સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ, તે જ મહિનામાં 53.6 કરોડનો વર્ક ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટ માટેનો કોન્ટ્રાક્ટ સ્માર્ટ ચિપ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો હતો.

એજન્સીઓ સાથે પણ ડેટા શેર કરવામાં આવશે

અધિકારીએ કહ્યું કે આ યોજના પોલીસ સ્ટેશનો, પોલીસ એકમો, તાલીમ કેન્દ્રો અને ફિંગર પ્રિન્ટ એકમો દ્વારા લાગુ કરવામાં આવશે. આ સાથે IPS અધિકારીઓ અને યુનિટ હેડને પણ સૂચના આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,સિસ્ટમના અમલીકરણ માટે રાજ્ય સ્તરે, કમિશનરેટ અને જિલ્લાઓમાં ઉચ્ચ સ્તરીય સંકલન સમિતિઓની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો: Maharashtra: યુરોપ, ચીનમાં કોરોનાનું જોખમ વધતાં મહારાષ્ટ્ર સરકાર સતર્ક, આરોગ્ય મંત્રીની લોકોને ચેતવણી

Published On - 10:24 am, Thu, 31 March 22

Next Article