Maharashtra: આ શહેરમાં વેક્સિન લગાવનારાને મળશે ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, લકી ડ્રોથી વિજેતાની થશે પસંદગી

|

Dec 02, 2021 | 9:20 PM

રાજ્યમાં ચંદ્રપુર નગરે આ મહિનાની શરૂઆતમાં લોકોને રસી લેવાના હેતુથી પ્રેરિત કરવા માટે આ પ્રકારનું પગલુ ઉઠાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે હિંગોલી જિલ્લામાં અત્યાર સુધી 73 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 56 ટકાએ બંને ડોઝ લીધા છે.

Maharashtra: આ શહેરમાં વેક્સિન લગાવનારાને મળશે ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, લકી ડ્રોથી વિજેતાની થશે પસંદગી
File Image

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં સૌથી વધારે કોરોના પોઝિટીવ (Corona Positive) દર્દી સામે આવ્યા હતા. ત્યારે મહારાષ્ટ્ર સરકારનો પ્રયત્ન રહે છે કે રાજ્યના તમામ લોકોને વેક્સિનના બંને ડોઝ સમય મુજબ લગાવવામાં આવે. હિંગોલી નગર પરિષદમાં વેક્સિન માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે એક નવી યુક્તિ શોધી છે. આ નવી યુક્તિ હેઠળ રસી લેનારા લોકોને એલઈડી ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવી વસ્તુો જીતવાની તક મળશે. અધિકારીઓ આ ગુરૂવારે આ જાણકારી આપી છે.

 

રાજ્યમાં ચંદ્રપુર નગરે આ મહિનાની શરૂઆતમાં લોકોને રસી લેવાના હેતુથી પ્રેરિત કરવા માટે આ પ્રકારનું પગલુ ઉઠાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે હિંગોલી જિલ્લામાં અત્યાર સુધી 73 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 56 ટકાએ બંને ડોઝ લીધા છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

બેઠકમાં લોકોને રસી લેવા માટે પ્રેરિત કરવાની વાત કહી

નગર પરિષદમાં કોવિડ 19 સંબંધીત ડ્યુટી પર તૈનાત પ્રોજેક્ટ અધિકારી પંડિત મ્હાસ્કેએ જણાવ્યું કે કોવિડ 19ની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને હિંગોલીના જિલ્લાધિકારી જિતેન્દ્ર પાપલ્કરે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને જિલ્લા તંત્રના અધિકારીઓએ વધારેમાં વધારે લોકોને રસી લેવા માટે પ્રેરિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

 

તેમને જણાવ્યું કે નગર પરિષદના પ્રમુખ અધિકારી ડોક્ટર અજય કુરવાડેએ 2 ડિસેમ્બરથી 24 ડિસેમ્બરની વચ્ચે રસીના ડોઝ લેનારા લોકો માટે 27 ડિસેમ્બરે લકી ડ્રો આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. તેમાં પ્રથમ પુરસ્કાર જીતવાવાળાને એલઈડી ટીવી આપવામાં આવશે. ત્યારબાદ વોશિંગ મશીન, રેફ્રિજરેટર, મિક્સર ગ્રાઈન્ડર અને 5 અન્ય પુરસ્કાર છે. જિલ્લામાં અત્યાર સુધી સંક્રમણના 16,059 કેસ સામે આવ્યા છે અને 395 લોકોના મોત થયા છે.

 

સરકારે કોરોનાની ગાઈડલાઈનમાં કર્યુ સંશોધન

કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોન (Omicron)ના ખતરા બાદ મહારાષ્ટ્ર સરકારે પોતાની ગાઈડલાઈનમાં સંશોધન કર્યુ છે. રાજ્યમાં આવનારા મુસાફરો માટે ઉદ્ધવ સરકારે જુના દિશા નિર્દેશોમાં ફેરફાર કરી દીધા છે. ડોમેસ્ટિક હવાઈયાત્રા માટે પણ મુસાફરોને પુરી રીતે કોરોના વેક્સિનેશન કરવાનું જરૂરી છે. તમામ મુસાફરોને બોર્ડિગના 72 કલાક પહેલાનો કોરોના નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ બતાવવો જરૂરી છે. ત્યારે વેક્સિનેશન સર્ટિફિકેટ પણ સાથે લઈ જવું જરૂરી રહેશે.

 

જે પણ મુસાફર હવાઈયાત્રા માટે એરપોર્ટ પર આ બંને નિયમોનું પાલન નહીં કરે, તેમને મુસાફરી કરવાની પરવાનગી નહીં મળે. ઉદ્ધવ સરકારે આ કડક પગલા કેન્દ્ર સરકારની ચિઠ્ઠી મળ્યા બાદ લીધા છે. તમને જણાવી દઈએ કે વિદેશોથી આવેલા 9 લોકો કોરોના પોઝિટીવ મળ્યા બાદ સરકાર એલર્ટ મોડ પર છે. એક વખત ફરીથી સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી ગયો છે. ત્રીજી લહેરના સંભવિત ખતરાના કારણે સરકારે ગાઈડલાઈનમાં સંશોધન કર્યુ છે.

 

આ પણ વાંચો: સાવધાન ! આવનારા 2 અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ, કોરોના કેસની સંખ્યા બમણી થઈ શકે છે ! ડોક્ટરોએ વ્યક્ત કરી હતી ચિંતા

 

આ પણ વાંચો: વાઇબ્રન્ટ માટે વિદેશ ગયેલા બે ડેલિગેશન પરત ફરતા એરપોર્ટ પર ટેસ્ટિંગ થશે, કવોરન્ટાઇન થવું પડશે

Next Article