મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે (Eknath Shinde) જૂથ આમને-સામને છે. 3 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં બંને છાવણીઓને તેમના ચૂંટણી ચિન્હ મળી ગયા છે. મંગળવારે એટલે કે આજે ચૂંટણી પંચે શિવસેનાના (Shiv Sena) એકનાથ શિંદે કેમ્પને ‘બે તલવાર અને ઢાલ’નું પ્રતીક ફાળવ્યું છે. હવે શિંદે જૂથ તલવાર અને ઢાલના પ્રતિક સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. એક દિવસ પહેલા, ઉદ્ધવ ઠાકરે જૂથને તેમનું ચૂંટણી પ્રતીક ‘મશાલ’ મળી ગયું છે.
3 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ચૂંટણી પંચે ઉદ્ધવ જૂથ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને એકનાથ શિંદેના પક્ષનું નામ બાલાસાહેબાંચી શિવસેના તરીકે આપ્યું છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે શિંદે કેમ્પ પાસેથી ત્રણ વિકલ્પ માંગ્યા હતા. જે પછી શિંદે જૂથ દ્વારા પીપળનું ઝાડ, તલવાર, સૂરજને ચૂંટણી ચિન્હ તરીકે તેમની પસંદગી કહેવામાં આવી હતી. ચૂંટણી ચિન્હ માટે પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી યાદીને પંચે નકારી કાઢી હતી. સૂત્રોએ જણાવ્યું કે શિંદેએ ત્રણ પ્રતીકો આપ્યા હતા, જેમાં પીપળનું વૃક્ષ, તલવાર અને સૂરજ છે.
સોમવારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘મશાલ’ ચૂંટણી ચિન્હની ફાળવણી કરી હતી. તેણે ઠાકરે જૂથ માટે પક્ષના નામ તરીકે ‘શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ નામ ફાળવ્યું, જ્યારે એકનાથ શિંદેના જૂથને ‘બાલાસાહેબાંચી શિવસેના’ (બાળાસાહેબની શિવસેના) નામ ફાળવવામાં આવ્યું, પરંતુ શિંદે કેમ્પના ચૂંટણી પ્રતીક તરીકે ત્રિશૂલ, ગદા અને ઉગતા સૂર્યનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. ઠાકરે જૂથે ત્રિશુલ અને ઉગતા સૂર્યનો પણ ચૂંટણી પ્રતીક તરીકે તેમની પસંદગી તરીકે ઉલ્લેખ કર્યો હતો.
ચૂંટણી પંચે શિંદેની આગેવાની હેઠળના જૂથને મંગળવાર સવાર સુધીમાં પ્રતીકોની નવી સૂચિ સબમિટ કરવા કહ્યું હતું. જેમાં શિંદે જૂથ દ્વારા પીપળનું ઝાડ, તલવાર, સૂર્યને ચૂંટણી ચિન્હ તરીકે તેમની પસંદગી હોવાનું જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે શિંદેએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે બળવો કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમની પાસે શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યો અને 18માંથી 12 લોકસભા સભ્યોનું સમર્થન છે. ઉદ્ધવના રાજીનામા પછી, શિંદેએ ભાજપની મદદથી સરકાર બનાવતી વખતે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.
Published On - 7:16 pm, Tue, 11 October 22