Maharashtra: ઉદ્ધવ ઠાકરેને ફરી એક ઝટકો, નીલમ ગોરહે શિંદે જૂથમાં જોડાયા, સંજય રાઉતે કર્યો આ મોટો દાવો

મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં નીલમ ગોરહે શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા હતા. નીલમ ગોરહે મહારાષ્ટ્ર વિધાનપરિષદમાં ઉપનેતા છે. તેઓ પુણેથી છે અને છેલ્લા બે દાયકાથી MLC છે.

Maharashtra: ઉદ્ધવ ઠાકરેને ફરી એક ઝટકો, નીલમ ગોરહે શિંદે જૂથમાં જોડાયા, સંજય રાઉતે કર્યો આ મોટો દાવો
Neelam Gorhe-Eknath Shinde
| Edited By: | Updated on: Jul 07, 2023 | 4:41 PM

મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) કોઈને કોઈ ઉથલપાથલ થતી રહે છે. હાલમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં કાકા-ભત્રીજા એટલે કે શરદ પવાર અને અજિત પવાર વચ્ચે લડાઈ ચાલુ છે. બીજી તરફ શિવસેનામાં પણ બે જૂથો એકબીજા સામે લડી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ઉદ્ધવ ઠાકરે જૂથને ફરી એક ઝટકો લાગ્યો છે. શુક્રવારે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા નીલમ ગોરહે શિંદે જૂથમાં જોડાઈ ગયા છે.

નીલમ ગોરહે શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા

હાલની રાજકીય પરિસ્થિતિને જોતા ઉદ્ધવ ઠાકરે જૂથ માટે આ મોટો ફટકો છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં નીલમ ગોરહે શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા હતા. નીલમ ગોરહે મહારાષ્ટ્ર વિધાનપરિષદમાં ઉપનેતા છે. તેઓ પુણેથી છે અને છેલ્લા બે દાયકાથી MLC છે.

દોઢ ડઝન ધારાસભ્યોએ સંજય રાઉતનો સંપર્ક કર્યો

શિંદે જૂથ સતત પોતાના પક્ષમાં જુદા-જુદા નેતાઓને સામેલ કરી રહ્યું છે તો બીજી તરફ ઉદ્ધવ જૂથમાં પણ હલચલ મચી છે. શુક્રવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે મોટો દાવો કર્યો હતો. સંજય રાઉતે દાવો કર્યો હતો કે લગભગ દોઢ ડઝન ધારાસભ્યોએ તેમનો સંપર્ક કરી ચૂક્યા છે અને તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

 

 

આ ઉપરાંત સંજય રાઉતે કહ્યુ કે, અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થઈ શકે છે. આ અટકળો પર તેમણે કહ્યું કે તેઓ બંને ભાઈઓ છે, તેથી તેમને સાથે લાવવા માટે કોઈ મધ્યસ્થી કરવાની જરૂર નથી.

આ પણ વાંચો : Maharashtra Political Drama: શિંદે જૂથના ઘણા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, સંજય રાઉતનો દાવો

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા NCPના અજિત પવાર પોતાના સમર્થક ધારાસભ્યો સાથે શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થયા હતા. અજિત પવારને મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને તેમની સાથે આવેલા 8 નેતાઓને સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. અજિત પવાર જૂથનો દાવો છે કે તેમની પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે, બીજી તરફ શરદ પવાર પાસે લગભગ એક ડઝન ધારાસભ્યો છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો