Maharashtra: ઉદ્ધવ ઠાકરેના શિંદે-ફડણવીસ પર પ્રહાર, કહ્યુ- મારી સરકાર પડી નથી, કરચલાઓએ જ ડેમ તોડ્યો

|

Jul 25, 2023 | 5:36 PM

ગયા વર્ષે મહારાષ્ટ્રમાં શિવસેનાના એક નેતાએ પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે બળવો કર્યો હતો અને ભાજપની સાથે ગયા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર પડી હતી.

Maharashtra: ઉદ્ધવ ઠાકરેના શિંદે-ફડણવીસ પર પ્રહાર, કહ્યુ- મારી સરકાર પડી નથી, કરચલાઓએ જ ડેમ તોડ્યો
Uddha Thackeray

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) છેલ્લા ઘણા સમયથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. આ બધા વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (Uddha Thackeray) આપેલા ઈન્ટરવ્યુનો કેટલોક ભાગ સામે આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ તેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહારો કર્યા છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં તેમની સરકાર પડી નથી, પરંતુ કરચલાઓએ ડેમ જ તોડી નાખ્યો છે.

લોકશાહીને દેશના સામાન્ય નાગરિક બચાવશે

ઉદ્ધવ ઠાકરેનો ઈન્ટરવ્યુ તેમની જ પાર્ટીના નેતા સંજય રાઉતે લીધો છે. રાઉતે જ્યારે તેમને પૂછ્યું કે, તમે લોકશાહી કેવી રીતે બચાવશો તો તેના જવાબમાં ઉદ્ધવે કહ્યું કે, લોકશાહીને દેશના સામાન્ય નાગરિક બચાવશે. બાબરી વખતે તે (ભાજપ) જવાબદારી લેવા તૈયાર નહોતું. તમે રામ મંદિરનો નિર્ણય લીધો નથી, તો પછી તમે રામ મંદિરનો શ્રેય કેવી રીતે લઈ રહ્યા છો. મારો દેશ મારો પરિવાર છે અને આ મારું હિન્દુત્વ છે.

મારી સાથે ઉભેલી જનતા અને તેમની તાકાત જોઈશું

તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ આજે મારી વિરુદ્ધ છે, છતાં તે ઉદ્ધવ ઠાકરેથી કેમ ડરે છે? ઉદ્ધવ ઠાકરે માત્ર એક વ્યક્તિ નથી પણ બાળાસાહેબનો વિચાર છે. જો તમને મને હટાવીને આનંદ મળતો હોય તો કરો. મારી સાથે ઉભેલી જનતા અને તેમની તાકાત જોઈશું. સંજય રાઉતે પૂછ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે ઉદ્ધવ ઠાકરેએ અમારી પીઠમાં ખંજર ભોક્યુ છે?

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

તેના જવાબમાં ઉદ્ધવે કહ્યું કે, રાષ્ટ્રવાદીએ શું કર્યું, જેને રાષ્ટ્રવાદીએ તોડી નાખ્યું. ઉઠો અને દિલ્હીમાં મુજરા કરો, આ મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી. ચૂંટણી પંચ શિવસેનાના ફૈબા નથી કે કાનમાં આવીને નામ બતાવશે. ઉદ્ધવ ઠાકરેનો આ સંપૂર્ણ ઈન્ટરવ્યુ આવતીકાલે એટલે કે બુધવારે રિલીઝ થશે.

મહા વિકાસ આઘાડી સરકાર પડી ભાંગી

ગયા વર્ષે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ હતી જ્યારે શિવસેનાના એક નેતાએ પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે બળવો કર્યો હતો અને ભાજપની સાથે ગયા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર પડી ભાંગી હતી. એકનાથ શિંદે ઉદ્ધવથી અલગ થયા અને શિવસેના પાર્ટી પર પોતાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો : અજિત પવાર મહારાષ્ટ્રના CM નહીં બને, કેટલાક નેતાઓ ભ્રમ ફેલાવી રહ્યા છે: દેવેન્દ્ર ફડણવીસ

એક વર્ષ બાદ શરદ પવારની આગેવાનીવાળી NCP સાથે પણ આવું જ થયું. NCP નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર પાર્ટીમાં બળવો કરીને શિંદે સરકારમાં જોડાયા હતા. તેઓ ઘણા ધારાસભ્યોને પણ પોતાની સાથે લઈ ગયા હતા. તેમની સાથે ગયેલા ઘણા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article