Maharashtra : બે હજાર રૂપિયામાં વેચાઈ રહ્યુ હતુ ફેક વેક્સીનેશન સર્ટીફીકેટ, થાણે પોલીસે આ રીતે કર્યો ગેંગનો પર્દાફાશ

|

Feb 04, 2022 | 6:26 PM

પોલીસના જણાવ્યા મુજબ, ઘણા લોકોએ રસી લીધા વિના નકલી પ્રમાણપત્રો મેળવ્યા છે. જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. આરોપી શેખ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Maharashtra : બે હજાર રૂપિયામાં વેચાઈ રહ્યુ હતુ ફેક વેક્સીનેશન સર્ટીફીકેટ, થાણે પોલીસે આ રીતે કર્યો ગેંગનો પર્દાફાશ

Follow us on

મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra Police) નકલી રસીકરણ પ્રમાણપત્ર (Fake Vaccination Certificate) આપનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે તેઓએ આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. થાણે સિટી પોલીસે જણાવ્યું કે આ વ્યક્તિ 2000 રૂપિયામાં રસી વગરના લોકોને નકલી કોરોના રસીકરણ પ્રમાણપત્ર આપતી ગેંગમાં સામેલ હતો. પોલીસે ગુપ્ત માહિતીના આધારે એક ટીમ તૈયાર કરી હતી. આ પછી એક વ્યક્તિને નકલી ગ્રાહક બનાવીને મોકલવામાં આવ્યો હતો અને આરોપી અશફાક ઈફ્તિકાર શેખની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીએ નકલી ગ્રાહકને આધાર કાર્ડ નંબર, મોબાઈલ ફોન નંબર અને બે હજાર રૂપિયા આપવા કહ્યું. અને તેના બદલે રસી વગર પ્રમાણપત્ર આપવાની વાત કહી.

પોલીસના જણાવ્યા મુજબ, ઘણા લોકોએ રસી લીધા વિના નકલી પ્રમાણપત્રો મેળવ્યા છે. જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. આરોપી શેખ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને નકલી સર્ટિફિકેટ લેનારા લોકોની શોધ ચાલી રહી છે. જેમાં મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના 759 નવા કેસ નોંધાયા છે, જેમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7,04,009 થઈ ગઈ છે. જ્યારે વધુ પાંચ દર્દીઓના મોત બાદ મૃત્યુઆંક 11,801 પર પહોંચી ગયો છે. એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે ચેપ અને મૃત્યુના આ મામલા બુધવારે સામે આવ્યા. જિલ્લામાં કોવિડ-19 મૃત્યુદર 1.67 ટકા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે પડોશી પાલઘર જિલ્લામાં કોવિડ-19ના કેસ વધીને 1,62,369 થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક 3,380 છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મહારાષ્ટ્રમાં કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ

બુધવારે રાજ્યમાં 18,067 નવા કોરોના કેસ નોંધાયા હતા. તેમાંથી 113 કેસ ઓમિક્રોનના હતા. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે 79 લોકોના મોત થયા છે. હવે રાજ્યમાં કોરોનાના કેસ વધીને 77,53,548 થઈ ગયા છે અને મૃત્યુઆંક વધીને 1,42,784 થઈ ગયો છે.

આ સિવાય મુંબઈમાં બુધવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર શહેરમાં કોરોનાના 1,128 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે. વહીવટીતંત્ર તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહાનગરમાં અત્યાર સુધીમાં કેસ વધીને 10,48,521 થઈ ગયા છે. જ્યારે મૃતકોની સંખ્યા 16,640 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો :  Republic Day parade 2022 : શ્રેષ્ઠ રાજ્યની ઝાંખીમાં ઉતરપ્રદેશ, લોકપ્રિય પસંદગીની શ્રેણીમાં મહારાષ્ટ્ર જીત્યું

Next Article