Maharashtra: શરદ પવારે રાજ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યું- તેઓ ભાજપની ભાષા બોલે છે, તેમને ગંભીરતાથી લેવાની જરૂર નથી

|

Apr 13, 2022 | 2:56 PM

NCPના વડા શરદ પવારે 13 એપ્રિલ, બુધવાર બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે ગઈકાલની થાણેની રેલીમાં રાજ ઠાકરે (Raj Thackeray MNS)દ્વારા તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોના જવાબ આપ્યા હતા.

Maharashtra: શરદ પવારે રાજ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યું- તેઓ ભાજપની ભાષા બોલે છે, તેમને ગંભીરતાથી લેવાની જરૂર નથી
Sharad Pawar Raj Thackeray

Follow us on

NCPના વડા શરદ પવારે (Sharad Pawar NCP) 13 એપ્રિલ, બુધવાર બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે ગઈકાલની થાણેની રેલીમાં રાજ ઠાકરે (Raj Thackeray MNS)દ્વારા તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોના જવાબ આપ્યા હતા. તેમણે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રાજ ઠાકરેને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. પરંતુ તેઓ રાજ ઠાકરેના તમામ આરોપોનો અત્યંત ગંભીરતાથી જવાબ આપી રહ્યા હતા. ચાલીસ મિનિટથી વધુ સમય સુધી રાજ ઠાકરેના આરોપો પર વાત કરતા તેમણે કહ્યું કે, રાજ ઠાકરે બીજેપીનું કામ કરી રહ્યા છે. ભાજપે તેમને ફરજ પર મૂક્યા છે. તેઓ તેમની સોંપાયેલ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. તેઓ આજકાલ ક્યારેય ભાજપ વિરુદ્ધ બોલતા નથી. તેઓ મોંઘવારી પર બોલતા નથી, બેરોજગારી પર બોલતા નથી. તેમણે મહારાષ્ટ્ર અને દેશમાં તણાવ પેદા કરવા માટે લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવ્યો છે.

જણાવી દઈએ કે, ગઈકાલે રાજ ઠાકરેએ 3 મેનું અલ્ટીમેટમ આપ્યું છે કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે અને આવું માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં થશે. રાજ ઠાકરેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ઈડીના દરોડા શરદ પવાર અને સુપ્રિયા સુલેના ઘરે કેમ નથી પડતા, તેમના ભત્રીજા અજિત પવારના ઘરે જ શા માટે પડે છે? રાજ ઠાકરેએ એમ પણ કહ્યું કે, શરદ પવારે પોતાના પક્ષના નવાબ મલિક અને અનિલ દેશમુખને ફસાવ્યા છે. જો શરદ પવાર કોઈપણ કરતાં ખુશ છે, તો આ તેમના માટે એલર્ટ છે. હવે સંજય રાઉતને ક્યારે ફાંસી આપવામાં આવશે, તે ખબર પણ નહીં પડે. જ્યારે EDની નોટિસ આવવા લાગે છે, શરદ પવાર પીએમ મોદી સાથે મુલાકાત કરવાનું શરૂ કરે છે. પીએમ મોદી સાથેના તેમના સૌહાર્દપૂર્ણ સંબંધો સામે આવે છે. રાજ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, તેઓ ક્ષણે ક્ષણે તેમની ભૂમિકા બદલતા રહે છે. સોનિયા ગાંધીને પીએમ ન બનાવવાના મુદ્દે કોંગ્રેસથી અલગ થયા હતા, પછી કોંગ્રેસ સાથે જ ગઠબંધન કર્યું હતું.

રાજ ઠાકરેના પ્રહાર પર શરદ પવારનો પલટવાર

આ અંગે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપતા શરદ પવારે કહ્યું કે, તેઓ સાંસદ છે. ઘણા મુદ્દાઓ પર, તેમણે પીએમ સાથે વાત કરવાની જરૂર છે. તેમાં કંઈ ખોટું નથી. શરદ પવારે એમ પણ કહ્યું કે, અજિત પવાર તેમનો પરિવાર છે. જો EDની કાર્યવાહી અજિત પવાર વિરુદ્ધ છે, તો એક રીતે તે તેમની વિરુદ્ધની કાર્યવાહી છે. શરદ પવારે કહ્યું કે, જો રાજ ઠાકરેએ કોંગ્રેસ સાથે ગઠબંધન શા માટે કર્યું તે અંગે વિગતવાર સંશોધન કર્યું હોત તો તેમણે આ પ્રશ્ન ઉઠાવ્યો ન હોત.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

‘બે દિવસ પહેલા છત્રપતિ શિવાજી મહારાજ પર 25 મિનિટથી વધુનું ભાષણ આપ્યું’

રાજ ઠાકરેએ શરદ પવાર પર પણ તેમના ભાષણોમાં મહાત્મા ફૂલે અને આંબેડકરના નામ લેવાનો આરોપ લગાવ્યો હતો પરંતુ મુસ્લિમ મતો ગુમાવવાના ડરથી ક્યારેય છત્રપતિ શિવાજી મહારાજનું નામ લીધું ન હતું. તેના જવાબમાં શરદ પવારે કહ્યું કે, તેમણે બે દિવસ પહેલા અમરાવતીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને 25 મિનિટ સુધી છત્રપતિ શિવાજીનો ઉલ્લેખ કર્યો હતો. વાસ્તવમાં રાજ ઠાકરે ત્રણ-પાંચ મહિનામાં એકવાર ભાષણ આપે છે, પછી ગાયબ થઈ જાય છે. તેઓ આ દરમિયાન શું થાય છે તે કંઈપણ જોતા કે વાંચતા નથી.

આ પણ વાંચો: Meesho Layoffs: મીશોએ 150 કર્મચારીઓની છટણી કરી, વધી શકે છે સંખ્યા

આ પણ વાંચો: હવે કોલેજોમાં શિક્ષણ પણ થશે મોંઘુ : નર્મદ યુનિવર્સીટીની ટ્યુશન ફીમાં 10 ટકાનો વધારો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 2:48 pm, Wed, 13 April 22

Next Article