આર્યન ખાન સાપ્તાહિક હાજરી નોંધાવવા માટે પહોંચ્યો NCB ઓફિસ, શું આર્યન નોંધાવશે તેનું નિવેદન ?

|

Nov 12, 2021 | 2:51 PM

ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન આપતી વખતે બોમ્બે હાઈકોર્ટ દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી. ત્યારે હાલ આર્યન NCB સમક્ષ પોતાની હાજરી નોંધાવવા માટે પહોંચ્યો છે.

આર્યન ખાન સાપ્તાહિક હાજરી નોંધાવવા માટે પહોંચ્યો NCB ઓફિસ, શું આર્યન નોંધાવશે તેનું નિવેદન ?
File Photo

Follow us on

Aryan Khan Drugs Case : બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન શુક્રવારે તેમની સાપ્તાહિક હાજરી નોંધાવવા માટે NCB ઓફિસ પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ આજે તે NCB સામે પોતાનું નિવેદન પણ નોંધી શકે છે. તમને જણાવી દઈએ કે, ક્રુઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનને જામીન આપતી વખતે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) દ્વારા કેટલીક શરતો મુકવામાં આવી હતી.જેમાં NCB સમક્ષ ફરજિયાત સાપ્તાહિક હાજરી એ જામીન આપતી વખતે બોમ્બે હાઈકોર્ટ(Bombay High court)  દ્વારા મૂકવામાં આવેલી શરતોમાંની એક હતી.

આ કેસના સાક્ષી પ્રભાકર સાઈલની NCBની દિલ્હી વિજિલન્સ ટીમ (SIT team) દ્વારા 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. NCBના એક અધિકારીએ જણાવ્યું કે પ્રભાકરની ખંડણીના આરોપો પર પૂછપરછ કરવામાં આવી છે, જે શાહરૂખ ખાનના પુત્ર આર્યનના કેસ (Aryan Drugs Case) સાથે સંબંધિત છે.

પુણે પોલીસે કિરણ ગોસાવીની અટકાયત કરી છે
પુણે કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનની પોલીસે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના સાક્ષી કિરણ ગોસાવીને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં વર્ષ 2020માં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં તેમની કસ્ટડીમાં લીધા છે. માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતુ કે ગોસાવીને એક છેતરપિંડીના કેસમાં મંગળવારે કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં (Custody) મોકલ્યો હતો.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

પુણેના ફરાસખાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં હાલ કોર્ટે ગોસાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. આરોપ છે કે ગોસાવીએ મલેશિયાના હોટલ ઉદ્યોગમાં નોકરી અપાવવાના નામે ચિન્મય દેશમુખ (Chinmay Deshmukh) નામના વ્યક્તિ સાથે 3.09 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.ગોસાવી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 468 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ગોસાવીની કસ્ટડી માટે કોર્ટમાં અરજી કરી હતી, જે સ્વીકારવામાં આવી હતી.

 

આ પણ વાંચો : ‘કંગનાએ ઓવરડોઝ લીધો છે’, NCP નેતા નવાબ મલિકે બોલિવુડ ક્વીન પર કર્યો કટાક્ષ

આ પણ વાંચો : Sameer Wankhede Case: નવાબ મલિક સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવા પર બોમ્બે હાઈકોર્ટ આજે કરશે સુનાવણી

Next Article